Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવડ સાથે પદયાત્રાએ નીકળેલો યુવાન મોરબી જિલ્લામાં પહોંચ્યો:618 દિવસમાં 5,300 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી; હજુ 11 મહિના ચાલશે;સનાતન ધર્મના સંદેશનો હેતુ

    7 hours ago

    ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાનો રહેવાસી રોહિતકુમાર નામનો યુવાન કાવડ સાથે ચારધામ અને 12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળ્યો છે. 618 દિવસ પહેલાં શરૂ કરેલી આ યાત્રામાં તે અત્યાર સુધી 5,300 કિલોમીટરથી વધુનું અંતર કાપીને મોરબી જિલ્લામાં આવી પહોંચ્યો છે. યાત્રા દરમિયાન તે સનાતન ધર્મનો પ્રચાર કરવાની સાથે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધજા અને તિરંગા સાથે જ્યોતિર્લિંગોનો અભિષેક રોહિતકુમારની કાવડની એક બાજુ મહાદેવજીના ફોટાવાળી ધજા અને બીજી બાજુ રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો છે. બંને કાવડમાં ગંગાજળ ભરેલું છે, જેના દ્વારા તે દેશના 12 જ્યોતિર્લિંગ પર અભિષેક કરશે. અત્યાર સુધીમાં તેણે અયોધ્યા, કાશી વિશ્વનાથ, જગન્નાથપુરી, ખાટુ શ્યામ, ઓમકારેશ્વર, પુષ્કર બ્રહ્માજી, અંબાજી અને બહુચરાજીના દર્શન કર્યા છે. હવે મોરબીથી આગળ વધીને તે દ્વારકા, નાગેશ્વર અને સોમનાથના દર્શન કરવા જશે. અમરનાથ દર્શન સાથે યાત્રા પૂર્ણ થશે રોહિતકુમારના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ યાત્રા પૂરી કરવામાં હજુ 11 મહિના જેટલો સમય લાગશે અને તેને 11,000 કિલોમીટરથી વધુ ચાલવાનું બાકી છે. તેણે જણાવ્યું કે રસ્તામાં કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન તેને મદદ કરે છે. ખાવા, પીવા કે રહેવાની કોઈ ચિંતા ન કરવા છતાં દરેક સ્થળે તમામ વ્યવસ્થા આપોઆપ મળી રહે છે. અંતે અમરનાથના દર્શન કરીને તે પોતાની આ પદયાત્રા સંપન્ન કરશે.
    Click here to Read More
    Previous Article
    અલકાપુરીમાં ન્યુ અજંતા ટેલર્સની બંધ દુકાનમાં ભીષણ આગ:સામાન બળીને ખાખ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    સ્વચ્છતામાં પ્રથમ નંબર બદલ AMC સફાઈ કર્મચારીઓનું મીઠાઈ ખવડાવી સન્માન:મેયરે નાગરિકોનો આભાર માન્યો, કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસે ફટાકડા ફોડી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment