Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિક બાદ હવે કપડાંના પ્રદૂષણ પર હાઇકોર્ટનું ફોકસ:જૂનાં કપડાં રિસાઇકલ અને પ્લાસ્ટિક પ્રદૂષણ નાથવા AMCને સૂચન, હાઈકોર્ટે દિલ્હી મોડલ તપાસવા કહ્યું

    7 hours ago

    પ્લાસ્ટિકની બોટલ્સ, થેલી સહિતના પ્રદૂષણને નાથવા માટે હાઇકોર્ટ સમક્ષ થયેલા કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાથ ધરાયેલી કાર્યવાહી અંગે કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ડિવીઝન બેંચે પ્લાસ્ટિકના પ્રદૂષણ ઉપર તો ફોકસ રાખવાનું કહ્યું જ હતું. પરંતુ સાથે સાથે ક્લોથ અને ક્લોધિંગ્સ એટલે કાપડ અને કપડાના રિસાઇકલિંગ વિશે પણ કંઇક આયોજન કરવાનું કોર્પોરેશનને સૂચન કર્યું હતું. કાપડથી થતાં પ્રદૂષણને અટકાવવામાં આવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ કેસની સુનાવણી થઇ હતી. ત્યારે એક તબક્કે કોર્ટે ટકોર કરી હતી કે, હવે કપડાંની સમસ્યા પણ ઊભી થઇ રહી છે અને એના નિકાલ માટે નવતર પ્રયોગો વિવિધ સ્થળોએ થઇ રહ્યા છે. દિલ્લી ખાતે જૂનાં કપડા અને કાપડને પરત લેવા માટેની સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જે માટે એક સ્વૈચ્છિક સંસ્થાની પણ મદદ લેવામાં આવે છે. આ કપડાં અને કાપડને એકત્ર કર્યા પછી તેને રિસાઇકલ કરવામાં આવે છે અને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેથી કાપડથી થતાં પ્રદૂષણને પણ અટકાવવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા પ્રયત્નો ચાલૂ રાખવા સૂચન આ કેસમાં ગત સુનાવણીમાં ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, સિંગલ પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એ ખૂબ સારી બાબત છે. પરંતુ સિંગલ પ્લાસ્ટિક યુઝ વાળી વસ્તુઓ કઇ કઇ છે એ સામાન્ય વ્યક્તિને કઇ રીતે ખબર પડે. તેથી જો કોઇ વિઝ્યુઅલ્સ મુકવામાં આવે તો સામાન્ય વ્યક્તિ એને સમજી શકે. હાઇકોર્ટના સંકુલમાં આ પ્રકારના બેનર્સ બનાવવાનું કહી દેવામાં આવ્યું છે. રિવર્સ વેન્ડિંગ મશીનની વધુ જરૂર છે. આ મશીન વધુમાં વધુ કયા વિસ્તારો કે સ્થળોએ મુકી શકાય એ પણ શોધવું જોઇએ. હાઇકોર્ટમાં આ વ્યવસ્થા કઇ રીતે કામ કરી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ શું છે એના વિશે પણ હાઇકોર્ટે સુનાવણીમાં પૃચ્છા કરી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે અને પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા પ્રયત્નો ચાલૂ રાખવાનું કહેવામાં આવ્યું છે. આદેશોનો અમલ સમયમર્યાદાની અંદર કરાય અગાઉ કોર્ટને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ સ્ટોરેજ ફેસિલિટી 132 જગ્યાએ ઉપલબ્ધ છે. 133 નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલ અંગેનું એગ્રિમેન્ટ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક કેરી બેગની સુવિધા 150 નગરપાલિકા ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ અન્ય આદેશોનો અમલ સમયમર્યાદાની અંદર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ક્વિક ડિલિવરી ઝેપ્ટોના ગોડાઉન પર મનપાનો સપાટો:ગોરાટમાં ઝેપ્ટોના ગોડાઉન પર મનપાનો સપાટો, 60 લિટર એક્સપાયર્ડ છાશ અને વાસી બ્રેડનો જથ્થો ઝડપાતાં ₹25,000નો દંડ
    Next Article
    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે રૂ.68 લાખની છેતરપિંડી:8 વર્ષથી પરીકગીત બંગાળી કારીગરને બે વર્ષમાં 467 ગ્રામ સોનું પાલીસ કરવા આપ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment