Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત થઈ ગયું ખાલીખમ!:વરાછાથી વેસુ સુધી ધમધમતા રસ્તાઓ થયા સુમસામ, ટેક્સટાઇલ માર્કેટના રોડ પર યુવાનો ક્રિકેટ રમતા નજરે પડ્યા

    2 दिन पहले

    સુરત શહેર હાલ જાણે 'ભેંકાર' બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દિવાળીના તહેવારો અને છઠ પૂજાની ઉજવણી કરવા માટે સુરતમાં વસતા લાખોની સંખ્યામાં પરપ્રાંતીય અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના લોકો પોતાના વતન જવા રવાના થઈ ગયા છે. જેના કારણે આખું વર્ષ 24 કલાક ધમધમતું રહેતું શહેર હાલ સાવ ખાલીખમ ભાસી રહ્યું છે. ટ્રેન અને બસો મારફતે લાખો લોકોનું વતન તરફ પ્રયાણ દિવાળી વેકેશન પડતાની સાથે જ સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના પરિવારો પોતાના વતન પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો અને કારીગરો પણ છઠ પૂજા અને દિવાળી મનાવવા માટે ટ્રેનો અને ખાનગી બસો મારફતે પોતાના વતન ઉપડી ગયા છે. રેલવે સ્ટેશન અને બસ ડેપો પર છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતી ભારે ભીડ હવે શમી ગઈ છે અને શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે. રીંગરોડ માર્કેટમાં કર્ફ્યુ જેવો માહોલ, રસ્તા પર ક્રિકેટની રમઝટ સામાન્ય દિવસોમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય અને કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હોય તેવા સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર એટલે કે રીંગરોડ પર હાલ નહિવત્ અવરજવર જોવા મળી રહી છે. વેપાર-ધંધામાં વેકેશન હોવાથી માર્કેટ વિસ્તારના મુખ્ય રસ્તાઓ સાવ સુમસામ પડ્યા છે. ખાલી પડેલા આ રાજમાર્ગો પર હાલ વાહનોના હોર્નને બદલે સ્થાનિક યુવાનો ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે, જે સુરતની વર્તમાન શાંતિની સાક્ષી પૂરે છે. વરાછાથી વેસુ સુધીના તમામ વિસ્તારો સુમસામ માત્ર માર્કેટ વિસ્તાર જ નહીં, પરંતુ શહેરના પૂર્વ છેડે આવેલા વરાછા, કતારગામ અને કામરેજથી લઈને પશ્ચિમ છેડે આવેલા અડાજણ, પાલ અને વેસુ સુધીના તમામ પોશ અને રહેણાંક વિસ્તારોમાં પણ સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગની સોસાયટીઓ અને બજારોમાં તહેવારોની રજાઓનો માહોલ હોવાથી રસ્તાઓ પર વાહનોની પાંખી હાજરી વર્તાઈ રહી છે. લાભ પાંચમ બાદ ફરી ધમધમતું થશે સુરત હાલ તો સુરતીલાલાઓ અને બહારગામ ગયેલા લોકો તહેવારોની મજા માણી રહ્યા છે. વેપારી આલમ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હવે આગામી લાભ પાંચમના શુભ મુહૂર્ત બાદ જ બજારો, કારખાનાઓ અને ઓફિસો ફરીથી ખુલશે અને ત્યારબાદ જ શહેરમાં રાબેતા મુજબની ચહલપહલ અને ટ્રાફિકના દ્રશ્યો ફરી જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો:સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો
    Next Article
    રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી:માઉન્ટ આબુમાં શનિ મંદિર પાસે ડિવાઇડર સાથે અથડાઈ; 4થી વધુ લોકોને ઇજા, ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment