Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિદાયીન હુમલાથી કરાચી ધણધણી ઉઠ્યું:પાકિસ્તાનના કરાચીમાં પેરામિલિટ્રી હેડક્વાર્ટર પર આતંકી હુમલો, 4 રેન્જર્સના મોત

    1 day ago

    પાકિસ્તાનના કરાચીમાં શનિવારે અર્ધલશ્કરી દળ પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર રેન્જર્સ સૈનિકો માર્યા ગયા. આ ઘટના બાદ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ અને જવાબી અભિયાન શરૂ કરી દીધું. સિંધના પોલીસ મહાનિરીક્ષક જાવેદ આલમ ઓઢોએ જણાવ્યું કે આતંકવાદીઓ એક વાહનમાં સવાર થઈને આવ્યા અને મુખ્ય દરવાજો તોડીને પરિસરમાં પ્રવેશ્યા હતા. હુમલો શરૂ થતાં જ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો. જોકે, પોલીસ હજુ તેની તપાસ કરી રહી છે કે વિસ્ફોટ કયા કારણે થયો. હુમલા બાદ અથડામણ શરૂ ઓઢોએ જણાવ્યું કે હુમલાના તરત જ બાદ જવાનોએ મોરચો સંભાળી લીધો અને આતંકીઓ સાથે અથડામણ શરૂ કરી દીધી. શરૂઆતી ગોળીબારમાં ચાર જવાન માર્યા ગયા. ત્યારબાદ આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો. SSU અને એન્ટી ટેરરિસ્ટ ફોર્સ પણ તૈનાત સિંઘના ગૃહ મંત્રી ઝિયા ઉલ હસન લંજારે જણાવ્યું કે રેન્જર્સની મદદ માટે સ્પેશિયલ સિક્યોરિટી યુનિટ (SSU) અને એન્ટી ટેરરિસ્ટ ફોર્સની ટીમો પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સુરક્ષા દળો પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, જ્યારે પોલીસ હુમલાના ષડયંત્ર અને તેમાં સામેલ આતંકીઓની ઓળખ કરવામાં લાગેલી છે. ------------------------------------ આ સમાચાર પણ વાંચો…. અમેરિકાએ ઈરાનના મિસાઈલ-ડ્રોન ઠેકાણાઓ પર હુમલાનો VIDEO જાહેર કર્યો:ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા, ઈરાને કહ્યું- હવે અમેરિકા પસ્તાશે અમેરિકાએ શુક્રવારે ઈરાન પર લગભગ એક કલાક સુધી હુમલા કર્યા. અમેરિકી સેનાએ મિસાઈલ-ડ્રોન ઠેકાણાઓ અને દરિયાકાંઠાની રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાને યુદ્ધવિરામ તોડ્યો, તેથી જવાબી કાર્યવાહી કરવામાં આવી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, 25 જૂને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં સિંગાપોરના કાર્ગો શિપ ‘એમવી એવર લવલી’ પર ડ્રોન હુમલો કર્યો હતો. બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ની નૌકાદળે દાવો કર્યો છે કે તેણે જવાબમાં ક્ષેત્રમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Portugal vs Colombia, FIFA World Cup 2026 Live Score: Top spot in Group K on the line today
    Next Article
    Portugal vs Colombia, FIFA World Cup 2026 Live Score: Top spot in Group K on line today

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment