Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ મેસેજના મુદ્દે યુવક પર છરીથી હુમલો:સાવરકુંડલામાં માનવ અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો

    2 days ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મોડી રાતે જેસર રોડ પર એક યુવક પર છરીથી હુમલો થયો. કુલદીપ સાંઢસુરને છાતી અને પીઠમાં છરીના ઘા વાગ્યા. તેમને પહેલા અમરેલી લઈ જવાયા, પછી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા. ફરિયાદ મુજબ, કુલદીપ સાવરકુંડલાની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મેસેજથી વાત કરતા હતા. આરોપી માનવ રાદડિયા પણ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતો હતો. આ મુદ્દે બંને વચ્ચે મનદુઃખ થયું હતું. આશરે બે મહિના પહેલાં માનવે ઇન્સ્ટાગ્રામ મેસેજમાં કુલદીપને ગાળો આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ મુદ્દે વાતચીત કરવા બંને પક્ષો ભેગા થયા હતા. તે દરમિયાન માનવ રાદડિયા અને ઉદય રાદડિયાએ કુલદીપને માર માર્યો હતો. ત્યારબાદ માનવે કુલદીપની પીઠમાં છરીના ઘા માર્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદી પૃથ્વીરાજ ધાધલના જમણા હાથના કાંડા પાસે પણ છરી વાગી હતી. તેમને બે ટાંકા આવ્યા હતા. બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં માનવ રાદડિયા અને ઉદય રાદડિયા સામે ગુનો નોંધાયો છે. પોલીસે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર પ્રદેશમાં ચંદ્રશેખર-ઓવૈસીની પાર્ટી વચ્ચે ગઠબંધન:તમામ બેઠકો પર ચૂંટણી લડશે, ચંદ્રશેખર CM ચહેરો; રાજ્યના 40% દલિત-મુસ્લિમ મત પર નજર
    Next Article
    સુરત થઈ ગયું ખાલીખમ!:વરાછાથી વેસુ સુધી ધમધમતા રસ્તાઓ થયા સુમસામ, ટેક્સટાઇલ માર્કેટના રોડ પર યુવાનો ક્રિકેટ રમતા નજરે પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment