Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડાસંબંધમાં અડચણરૂપ બનતા ભાઈનું કાસળ કાઢ્યું:સુરતમાં યુવકનું સગા નાના ભાઈએ દોરીથી ગળું દબાવી દીધુ, દિયર-ભાભી દોઢ મહિનાથી હત્યાનું પ્લાનિંગ કરતા હતા

    12 hours ago

    સુરતના લસકાણા વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ 30 વર્ષીય યુવકની ગળું દબાવી કરાયેલી હત્યાના ચકચારી બનાવનો ભેદ લસકાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવકની હત્યા અન્ય કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ તેની જ પત્ની અને સગા નાના ભાઈએ મળીને કરી હતી. દિયર-ભાભી વચ્ચેના આડા સંબંધોમાં પતિ કાંટાની જેમ ખૂંચતો હોવાથી અને દારૂ પીને અવારનવાર મારઝૂડ કરતો હોવાથી બંનેએ ભેગા મળી દોરી વડે ગળું દબાવી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. લસકાણા પોલીસે હત્યારા દિયર-ભાભીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પતિના ત્રાસ અને આડા સંબંધોને કારણે હત્યાનું કાવતરું ઘડ્યું મૂળ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના ચંદુપુર ગામના વતની અને હાલ સુરતના લસકાણા ગામ ખાતે કોઠી ફળિયામાં રમીલાબેનના મકાનમાં રહેતા 30 વર્ષીય અમરબાબુ મુલચન્દ્ર નિષાદની ગત 10 નવેમ્બરના રોજ લસકાણા DGVCL બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે સર્વિસ રોડ પરથી ગળું દબાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે લસકાણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું કે, મૃતક અમરબાબુની પત્ની રીનાદેવી (ઉં.વ. 29) અને તેના સગા નાના ભાઈ શિવા ઉર્ફે શિવબાબુ (ઉં.વ. 27) વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. બીજી તરફ અમરબાબુ પત્ની અને પરિવારને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હોવાથી તેના વર્તનથી બંને કંટાળી ગયા હતા. આથી પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા દિયર-ભાભીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. કચરો નાખવાના બહાને નીકળી ભાઈનું ગળું દબાવી લાશ ફેંકી દીધી બનાવની રાત્રે અમરબાબુ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને પત્ની રીનાદેવી સાથે ઝઘડો કર્યા બાદ ફરી ઘરેથી બહાર નીકળી ગયો હતો. મોડી સાંજ સુધી તે પરત ન ફરતા શિવબાબુ તેને શોધવા નીકળ્યો હતો, જ્યાં અમરબાબુ નશાની હાલતમાં રસ્તા પર મળી આવ્યો હતો. ત્યારબાદ રાત્રે શિવબાબુ ઘરે પરત આવ્યો હતો અને કચરો નાખવા જવાનું બહાનું કાઢી ફરી બહાર નીકળ્યો હતો. આ દરમિયાન લાગ જોઈને દોરી વડે અમરબાબુનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી અને લાશને લસકાણા જલારામ મંદિરથી વિપુલનગર તરફ જતા સર્વિસ રોડ પર ફેંકી દઈ ઘરે આવી ગયો હતો. સીસીટીવી અને પોલીસની યુક્તિ-પ્રયુક્તિથી ભાંડો ફૂટ્યો હત્યાના બનાવને પગલે લસકાણા પોલીસની ટીમોએ તપાસ તેજ કરી હતી. પોલીસે વિપુલનગર ચાર રસ્તા અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ દરમિયાન પરિવારના સભ્યોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે મૃતકની પત્ની રીનાદેવી અને ભાઈ શિવબાબુની યુક્તિ-પ્રયુક્તિથી કડક પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ સામે બંને ભાંગી પડ્યા હતા અને આડા સંબંધો તથા ત્રાસને કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી લેતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેર-ભોજાઈ વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હતો, પ્લાનિંગ બનાવી રહ્યાં હતાં લસકાણા હત્યા કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક અમરબાબુને દારૂ પીવાની લત હતી અને તે ઘરમાં અવારનવાર ઝઘડા તેમજ બબાલ કરતો હોવાથી પરિવારના સભ્યો તેનાથી કંટાળી ગયા હતા. બીજી તરફ, આરોપી નાના ભાઈ શિવબાબુ અને મૃતકની પત્ની રીનાદેવી એટલે કે દેર-ભોજાઈ વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. પતિના ત્રાસથી છૂટકારો મેળવવા અને પ્રેમસંબંધમાં અડચણ દૂર કરવા બંને છેલ્લા દોઢ મહિનાથી અમરબાબુનું કાસળ કાઢવાનો પ્લાન બનાવી રહ્યા હતા, જેમાં પત્નીએ પણ દિયરને ઉશ્કેર્યો હતો. નશામાં ધૂત ભાઈને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો ઘટનાના દિવસે અમરબાબુ ખૂબ જ દારૂ પીને ઘરેથી બહાર નીકળી ગયો હતો, ત્યારે શિવબાબુ તેને શોધવા માટે નીકળ્યો હતો. ભાઈને ફૂલ નશાની હાલતમાં જોઈને શિવબાબુના મનમાં હત્યા કરવાનો વિચાર આવ્યો હતો અને તેણે અડધો કલાક સુધી આ અંગે વિચાર કર્યો હતો. ત્યારબાદ તેણે એક રિક્ષાવાળાને 200 રૂપિયા ભાડું આપી અમરબાબુને રિક્ષામાં બેસાડ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ ફેરવ્યા બાદ બનાવવાળી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં વાહન-વ્યવહાર ઓછો હોય અને કોઈની નજર ન પડે તે માટે ત્યાં ઊભેલી એક બસની આડમાં નશામાં ધૂત ભાઈને સુવડાવી દીધો હતો. ડિસ્પ્લે પર લટકાવેલી દોરીનો ફાંસો બનાવી ઊંધા પડેલા ભાઈનું ગળું દબાવી દીધું ભાઈને બસની આડમાં મૂક્યા બાદ શિવબાબુએ ફરી અડધો કલાક સુધી વિચાર કર્યો હતો અને આખરે હત્યાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. તે વિપુલનગર પાસે સામાન વેચવા માટે ડિસ્પ્લેમાં લટકાવેલી એક દોરી લઈ આવ્યો હતો અને તેનો ફાંસો બનાવ્યો હતો. અમરબાબુ નશાની હાલતમાં ઊંધો પડ્યો હતો, ત્યારે શિવબાબુએ લાગ જોઈને તેના ગળામાં દોરીનો ફાંસો નાખ્યો હતો અને જોરથી ખેંચીને ગળું દબાવી દઈ સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર કાર પલટી, અમદાવાદના દંપતીનું મોત:8 વર્ષની દીકરીની હાલત ગંભીર, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ
    Next Article
    'સાહિલને છોડાવવા યુક્રેન આવી છું, ભારત સરકાર રિપ્લાય નથી આપતી':મોદીજી તમારા એક ઇમેલથી આ ગુજરાતી યુવક ઇન્ડિયા આવી શકે છે, તેનું ફ્યુચર આપણા હાથમાં છે: વકીલ દીપા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment