Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો:બે અકસ્માત અને વોન્ટેડ આરોપી પણ પકડાયો; ગોધરા-કાલોલમાં કાર્યવાહી

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલમાં બે અકસ્માતની ઘટનાઓ બની છે. આ ઉપરાંત, પોલીસે 8 લાખથી વધુનો વિદેશી દારૂ પકડ્યો છે અને એક વોન્ટેડ આરોપીને પણ ઝડપી પાડ્યો છે. ગોધરાના કોટડા બાયપાસ રોડ પર અજાણી સફેદ ફોરવ્હીલની ટક્કરે બાઇકચાલક ઘાયલ થયો હતો. ચંચેલાવ રેલવે સ્ટેશન નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક મહિલાને પગે ફ્રેક્ચર થયું. ગોધરા તાલુકા પોલીસે બંને કેસમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ગોધરાના છબનપુર બાયપાસ પર પોલીસે દરોડો પાડી 8 લાખ 2 હજાર 790 રૂપિયાની 6,224 ક્વાર્ટર વિદેશી દારૂની બોટલો પકડી. આ મામલે શહેરાના મહેન્દ્રસિંહ પટેલ સામે ગુનો નોંધી તેની શોધખોળ ચાલી રહી છે. ગોધરા ટાઉન એ ડિવિઝનના જુગારધારાના ગુનામાં વોન્ટેડ તસ્લીમ આરીફ સાલમીન અરબને પંચમહાલ એસ.ઓ.જી.ની ટીમે કાલોલના એમ.જી.એસ. ગરનાળા નજીકથી ઝડપ્યો. તેને આગળની કાર્યવાહી માટે કાલોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીમાં વિકસિત ભારત 2047 અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ:શાળાની દીકરીઓએ દેશભક્તિ અને સર્જનાત્મકતા દર્શાવી, ‘વિકસિત ભારત’ સહિતના વિષયો પર રંગોળી બનાવી
    Next Article
    વલસાડના રેલવે પ્રશ્નો અંગે સાંસદ ધવલ પટેલની રજૂઆત:સુરત-વલસાડ વચ્ચે નવી રાત્રિ ટ્રેન શરૂ કરવા; વલસાડ સ્ટેશને શતાબ્દી અને વંદે ભારતને સ્ટોપેજ આપવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment