Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરેજમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા:ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો, 54,600ના મુદ્દામાલ સાથે અટકાયત

    12 hours ago

    ભેસાણ પરબ રોડ પર પટેલ ગેરેજમાં તસ્કરોએ રાત્રીના સમયે પ્રવેશ કરી, દરવાજો તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો ગેરેજમાંથી એક લેપટોપ, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂ. 40,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુનાની કબૂલાત કરી ભેંસાણ પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોરીનો મુદ્દામાલ ધરાવતા અમુક શંકાસ્પદ ઇસમો પરબધામ ખાતે આંટાફેરા કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી પરબધામ પાસેથી બે ઇસમોને પકડી પાડ્યા હતા.પોલીસે પકડાયેલા બંને ઇસમોની અંગજડતી લેતા તેમની પાસેથી વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી આવ્યા હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુન્હામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં, ચોરીમાં ગયેલ લેપટોપ તેમણે પરબધામ બાજુ ઝાડી-ઝાંખરામાં સંતાડેલું હોવાનું જણાવતા, પોલીસે આરોપીઓને સાથે રાખીને સંતાડેલું લેપટોપ પણ કબજે કર્યું હતું. 54,600ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો ​આ કામગીરી દરમિયાન પોલીસે પકડેલા આરોપીઓમાં જૂનાગઢ દોલતપરા વિસ્તાર, 66 કે.વી. ફાટક પાસે રહેતા 28 વર્ષીય મજુરી કામ કરતા દેવીપૂજક સંજય નાનજીભાઈ સોલંકી અને જૂનાગઢ કાળવા ચોક પુલ નીચે રહેતા 24 વર્ષીય મજુરી કામ કરતા દેવીપૂજક રોહીત ભનુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા.ભેસાણ પોલીસે આ બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 54,600/- ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 10,000/- ની કિંમતનું એક લેપટોપ, 5,000/- ની કિંમતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને 39,600/- ની રોકડ રકમનો મુદ્દામાલ કબજો કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી-ડાંગમાં 3.6ની તીવ્રતાનો ભૂંકપ:સાપુતારાથી 14 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં કેન્દ્ર નોંધાયું, તંત્રની અફવાઓથી દૂર રહેવા અપીલ
    Next Article
    વીમા લોકપાલનો અધકચરો ચુકાદો ગ્રાહક કમિશને રદ કર્યો:અકસ્માતના દાવામાં 8 વર્ષની કાનૂની લડત બાદ ગ્રાહકની જીત, વ્યાજ સાથે પૂરું વળતર ચૂકવવા હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment