Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાહિલને છોડાવવા યુક્રેન આવી છું, ભારત સરકાર રિપ્લાય નથી આપતી':મોદીજી તમારા એક ઇમેલથી આ ગુજરાતી યુવક ઇન્ડિયા આવી શકે છે, તેનું ફ્યુચર આપણા હાથમાં છે: વકીલ દીપા

    9 hours ago

    મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ પણ સતત ભારત અને યુક્રેન સરકાર સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છે તેવામાં હાલમાં તેઓ યુક્રેન ગયા છે ત્યાં યુક્રેનની સરકારે સાહિલ માજોઠીને મુક્ત કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે જો કે, ભારત સરકાર તરફથી સત્તાવાર ઈમેલ યુક્રેન સરકારને કરવામાં આવે તો સાહિલ માજોઠીની મુકિત વહેલી થઈ શકે છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન મજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો. જોકે, ત્યાં ડ્રગ્સના કેસમાં સાહિલને સજા થતાં સાહિલ રશિયાની જેલમાં હતો, જે બાદ સાહિલને હથિયાર સાથે યુક્રેનની બોર્ડર ઉપર મોકલવામાં આવ્યો હતો. જો કે, સાહિલ માજોઠીએ ત્યાં યુદ્ધ કરવાના બદલે આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી એટલે કે છેલ્લા 13 મહિનાથી સાહિલ માજોઠી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. તેને ત્યાંથી મુક્ત કરાવીને ભારત લાવવા માટે તેને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે બીજી બાજુ દિલ્હી હાઇકોર્ટમાં પણ સાહિલની મુક્તિ માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેથી તેઓના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ખાતે ગયા છે અને ત્યાં ડિટેન્શન સેન્ટરમાં જઈને સાહિલ માજોઠી સાથે મુલાકાત કરી હતી આટલું જ નહીં પરંતુ યુક્રેનના સત્તાધીશો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી. દીપા જોસેફે જણાવ્યું હતું કે, સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર છે જો કે, કેન્દ્ર સરકાર તરફથી ઈમેલ કરવામાં આવે તો સાહિલ માજોઠીની મુક્તિ વહેલી થઈ શકે તેમ છે. છેલ્લા એક વર્ષથી તેઓ ભારત સરકારને ઈમેલ કરી રહ્યા છે પરંતુ ભારત સરકાર તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી. હાલમાં દીપા જોસેફે એક વીડિયો સોશયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેઓએ જણાવ્યું કે, અત્યાર સુધી મને યુક્રેન સરકાર અને તેમના અધિકારીઓ તરફથી જેટલો સારો સહકાર અને સન્માન મળ્યું છે, તેટલો સહકાર મને આપણા ભારત દેશ તરફથી નથી મળ્યો. હું આપણા અધિકારીઓને, વડાપ્રધાન મોદીજી, રાષ્ટ્રપતિ અને જયશંકરજી આપ સૌને એ વિનંતી કરું છું કે, ફક્ત આપ લોકોના એક ઈમેલ પર આ છોકરો અહીંથી પોતાના દેશ ભારત પાછો આવી શકે છે. 21-22 વર્ષના એક યુવાનનું આખું ભવિષ્ય આપણા હાથમાં છે. તો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જેટલું જલ્દી બને તેટલું જલ્દી આપ યુક્રેન સરકાર, તેમના બ્રિગેડિયર અને તેમની એમ્બેસી સાથે સંકલન કરીને તેને છોડાવવાની જે પણ પ્રક્રિયા હોય તે પૂરી કરશો.
    Click here to Read More
    Previous Article
    આડાસંબંધમાં અડચણરૂપ બનતા ભાઈનું કાસળ કાઢ્યું:સુરતમાં યુવકનું સગા નાના ભાઈએ દોરીથી ગળું દબાવી દીધુ, દિયર-ભાભી દોઢ મહિનાથી હત્યાનું પ્લાનિંગ કરતા હતા
    Next Article
    Scene Box Office Day 6: Suriya Starrer Maintains Strong Pace, Check Earnings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment