Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોલેરા હાઈવે પર કાર પલટી, બેનાં મોત, ચાર ઘાયલ:ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ; કારમાં સવાર તમામ અમદાવાદના રહેવાસી

    4 days ago

    ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા અને તેઓ ભાવનગર જઈ રહ્યા હતા. પીપળી ગામ નજીક અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તથા 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 1 વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકો પૈકી 1 વ્યક્તિની ઓળખ અમદાવાદના જમાલપુર ખાતે રહેતા 32 વર્ષીય નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    દિલ્હી- BJP હેડક્વાર્ટર ખાતે દિવાળી મિલન સમારોહ:PM મોદીએ કહ્યું- ગુજરાતના CM બનવાની માહિતી મારી પહેલાં મીડિયાને હતી, તમામને દિવાળી અને છઠની શુભકામનાઓ
    Next Article
    ચોટીલા પાસે 40 ઘેટાંને બચાવી લેવાયા:અજમેરથી કતલખાને લઈ જવાતાં પશુઓને બચાવ્યા, ચાર લોકો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment