Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગર ઋત્વિ પંડ્યા સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત:‘કેસરિયા નવરાત્રી 4.0’માં ધૂમ મચાવતી સિંગરની સંગીત સફર, સુરતીઓના ગરબા પ્રત્યેના ક્રેઝ અને ફૂડ વિશે દિલ ખોલીને વાત કરી

    2 days ago

    નવરાત્રિ મહોત્સવ અંતર્ગત સુરતમાં આયોજિત ‘કેસરિયા નવરાત્રી 4.0’માં પર્ફોર્મ કરવા આવેલી જાણીતી સિંગર ઋત્વિ પંડ્યા સાથે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે પોતાના સંગીત સફર, સુરતીઓના ગરબા પ્રત્યેના ક્રેઝ અને ફૂડ વિશે દિલ ખોલીને વાત કરી હતી. સવાલ: નવરાત્રિ અને તમારી સંગીત સફરની શરૂઆત કેવી રીતે થઈ? અહીં સુધી પહોંચવામાં કેટલી મુશ્કેલીઓ આવી? જવાબ: બાળપણથી જ ઘરમાં નવરાત્રિ અને સંગીતનો માહોલ હતો. પપ્પા અને પરિવારના સભ્યો ગાતા હતા, તેમને જોઈ-જોઈને શીખી. શરૂઆતમાં બોલિવૂડ શો કર્યા અને ત્યારબાદ ગરબા ગાવાનું શરૂ કર્યું. મુશ્કેલીઓની વાત કરીએ તો એવી ખાસ કોઈ મુશ્કેલી નથી આવી, પરંતુ સંઘર્ષ ચોક્કસ રહ્યો છે. અલગ-અલગ બેન્ડ સાથે પર્ફોર્મ કરીને અને ઘણા બધા અનુભવી સિંગર્સ પાસેથી શીખીને આજે અહીં સુધી પહોંચી છું. સવાલ: આ વખતે નવરાત્રિમાં તમારો મ્યુઝિક ટ્રેક કેવો રહેશે? જવાબ: સુરતમાં 'કેસરિયા 4.0'માં પર્ફોર્મ કરી રહી છું. નવરાત્રિ હોવાથી અમે બોલિવૂડ સોંગ્સ પસંદ નથી કરતા. અમારું મુખ્ય ફોકસ માતાજીના ગરબા, કૃષ્ણ રાસ અને પરંપરાગત ગીતો પર જ રહે છે. સવાલ: ગુજરાતના વિવિધ શહેરોની સરખામણીમાં સુરતીઓમાં ગરબાનો ક્રેઝ કેવો જોવા મળે છે? જવાબ: અમે દર વર્ષે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પર્ફોર્મ કરીએ છીએ, પરંતુ સુરતીઓનો ઉત્સાહ અનોખો હોય છે. સુરતમાં કોઈ વેડિંગ શો હોય કે અન્ય કોઈ કાર્યક્રમ, સુરતીઓ ખૂબ જ મોજીલા છે. તેઓ શરૂઆતથી લઈને અંત સુધી એક જ એનર્જી સાથે ગરબે ઘૂમે છે. એટલે સુરતમાં પર્ફોર્મ કરવાની અંદરથી ખૂબ મજા આવે છે. સવાલ: ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હવે ગ્લોબલ સ્તરે પહોંચી રહી છે, આ બદલાવને તમે કઈ રીતે જુઓ છો? જવાબ: આ ખૂબ જ સારો બદલાવ છે. આજની Gen-Z પેઢી પણ આપણા જૂના લોકસંગીત અને ગીતો સાથે કનેક્ટ થઈ રહી છે. જૂના ગીતો અને ફ્યુઝન મ્યુઝિક નવી જનરેશનને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે. આપણા લોકસંગીત અને ગરબા ગ્લોબલ લેવલ પર પહોંચ્યા છે, જે એક ગુજરાતી તરીકે ખૂબ જ ગર્વની બાબત છે. સવાલ: સ્ટેજ પર જતાં પહેલાં મનમાં શું વિચાર હોય છે અને શું પ્રાર્થના કરો છો? જવાબ: ઘણી મહેનત કરી હોય એટલે મનમાં બસ એ જ ભાવ હોય છે કે માતાજીના આશીર્વાદ રહે અને આખો શો સફળતાપૂર્વક પૂર્ણ થાય. જે મહેનત કરી છે તેનું સારું પરિણામ મળે. સવાલ: તમારો મનપસંદ ગરબો કયો છે? જવાબ: ઓડિયન્સને જે પસંદ આવે એ જ મારો પ્રિય ગરબો છે. ઋત્વિ પંડ્યાએ પોતાનો મનપસંદ ગરબો ગાતા કહ્યું કે, “ગરબાની રાત છે સખીઓનો સાથ છે, રંગ રે કેસરિયો... ફરરર ઘૂમે રે ઘૂમે રે મારો ઘમ્મર ઘાઘરો...” સવાલ: સુરતીઓના ગરબા સાથે સુરતનું જમણ પણ પ્રખ્યાત છે, તમને સુરતી ખાણીપીણીમાં શું પસંદ છે? જવાબ: સુરતનું ખાવાનું ખૂબ જ ટેસ્ટી હોય છે, પણ મારું સૌથી ફેવરિટ ફૂડ ‘ખાઉસા’ છે. સુરતમાં મને ખાઉસા ખાવું ખૂબ ગમે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સ્ટેન્ઝા એપાર્ટમેન્ટમાં નવરાત્રીનો પ્રારંભ, VIP રોડ શેલા ખાતે માતાજીના ઘટ સ્થાપન સાથે પ્રથમ દિવસની ઉજવણી થઈ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના નિકોલ સાર્થક હેબિટેટમાં નવરાત્રિની ઉજવણી, રહીશોએ પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment