Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી- BJP હેડક્વાર્ટર ખાતે દિવાળી મિલન સમારોહ:PM મોદીએ કહ્યું- ગુજરાતના CM બનવાની માહિતી મારી પહેલાં મીડિયાને હતી, તમામને દિવાળી અને છઠની શુભકામનાઓ

    4 days ago

    પીએમ નરેન્દ્ર મોદી દિવાળી મિલન કાર્યક્રમમાં સામેલ થયા. આ કાર્યક્રમ દિલ્હીના BJP હેડક્વાર્ટરમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સંબાધન કરતા PM મોદીએ તમામને દિવાળી અને છઠની શુભકામનાઓ પાઠવી છે. મોદીએ કહ્યું- હું અહીં 11 અશોકા રોડ પર રહેતો હતો. એક દિવસ બધા પત્રકારો અચાનક મારા રૂમમાં આવી ગયા. તેમણે મજાકિયા અંદાજમાં મારું ગળું પકડી લીધું અને કહ્યું કે મીઠાઈ ખવડાવો. મેં પૂછ્યું કે કઈ વાતની મીઠાઈ ખવડાવું, તો તેમણે કહ્યું કે તમે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છો. મને પોતાને આ વાતની ખબર નહોતી, પરંતુ પત્રકારોને તેની જાણ પહેલેથી જ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે પત્રકારો સાથે મારી મિત્રતા અને પોતાનાાપણાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે 2001માં જ્યારે મારો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, ત્યારે ઘણા પત્રકારો પોતાના ખર્ચે ત્યાં પહોંચ્યા હતા. 25 વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું પીએમએ કહ્યું કે આ 25 વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. દેશ, દુનિયા, રાજકારણ અને મીડિયાનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કેટલાક કામ સરળ બન્યાં છે, તો કેટલાક મુશ્કેલ પણ બન્યાં છે. પહેલાં ઓબી વેન દ્વારા સમાચારોનું કવરેજ થતું હતું, પરંતુ હવે મોબાઇલ જ ઓબી વેન બની ગયો છે. પહેલાં કહેવામાં આવતું હતું કે ગલી-ગલીમાં ક્રિકેટના નિષ્ણાતો મળી જાય છે, જે જણાવતા હતા કે સચિને ક્યાં ભૂલ કરી. હવે પરિસ્થિતિ એવી છે કે ગલી-ગલીમાં રાજકારણના નિષ્ણાતો મળી જાય છે.
    Click here to Read More
    Previous Article
    એનવિડિયા CEOના એક નહીં બે-બે અફેર:મહિલા અધિકારી સાથે સંબંધોનો ખુલાસો, કંપનીમાંથી કાઢવાની તૈયારી; એલન મસ્કે જેન્સેન હુઆંગને નોકરીની ‘ઓફર’ આપી
    Next Article
    ધોલેરા હાઈવે પર કાર પલટી, બેનાં મોત, ચાર ઘાયલ:ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ; કારમાં સવાર તમામ અમદાવાદના રહેવાસી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment