Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.નો અદ્યતન ઓડિટોરિયમ ભાડે અપાશે:રાજકોટમાં હેમુગઢવી હોલ બાદ બીજો મોટો સભાગૃહ, જાહેર જનતા માટે ખુલ્લો મૂકવા સતામંડળ નિર્ણય લેશે

    11 hours ago

    રાજકોટમાં સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે હવે હેમુ ગઢવી હોલ સિવાય વધુ એક ભવ્ય અને અદ્યતન વિકલ્પ ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ₹11.91 કરોડના ખર્ચે નવનિર્મિત અને 953 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ઓડિટોરિયમ હવે સામાન્ય જનતા અને સંસ્થાઓ માટે ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. ગત 2 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બહારનું લેન્ડસ્કેપિંગ કામ પૂર્ણ થયા બાદ આ સભાગૃહને જાહેર કાર્યક્રમો માટે ફાળવવા સક્ષમ સત્તામંડળ સમક્ષ દરખાસ્ત મૂકી અંતિમ મંજૂરી મેળવવામાં આવશે. ઓડિટોરિયમનું કામ પૂર્ણ, બહાર લેન્ડસ્કેપિંગ અને પાર્કિંગની વ્યવસ્થા તેજ ગતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, હાલ ઓડિટોરિયમની બહારના પરિસરમાં લેન્ડસ્કેપિંગ અને સુશોભીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મોટાભાગના હોલમાં પાર્કિંગની વિકટ સમસ્યા જોવા મળતી હોય છે, જેને ધ્યાને રાખીને અહીં એકસાથે 150થી વધુ કાર અને 300 જેટલા ટુ-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જે કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. સેન્ટ્રલી AC, ડિજિટલ સિન્થેસાઇઝર સાઉન્ડ સિસ્ટમ અને અદ્યતન ગ્રીન રૂમની સુવિધા આ આધુનિક સભાગૃહ 953 દર્શકોની બેઠક ક્ષમતા સાથે સંપૂર્ણપણે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ છે. વિશાળ સ્ટેજની સાથે તેમાં અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ અને ડિજિટલ સિન્થેસાઇઝર ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈપણ નાટક કે સંગીત સંધ્યાનું જીવંત પ્રસારણ શ્રેષ્ઠ ગુણવત્તા સાથે થઈ શકે. કલાકારો અને મહાનુભાવો માટે સ્ત્રી-પુરુષના અલગ-અલગ બે મોટા ગ્રીન રૂમ તેમજ ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે સુવિધાયુક્ત અલગ શૌચાલયોની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે. સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પોલિસી ડિસિઝન યુનિવર્સિટી ઓડિટોરિયમને પબ્લિક માટે ખુલ્લું મૂકવા અંગે કુલપતિએ સ્પષ્ટતા કરી હતી કે, યુનિવર્સિટી કક્ષાએ આવા મોટા કાર્યક્રમો વર્ષમાં મર્યાદિત સંખ્યામાં જ યોજાતા હોય છે. જો આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર યુનિવર્સિટી પૂરતું સીમિત રાખવામાં આવે તો તે 'અંડરયુઝ' (ઓછા ઉપયોગમાં) રહેવાની શક્યતા રહે છે. તેથી શહેરના લોકોને ઉત્તમ સુવિધા મળે અને યુનિવર્સિટીને આવક થાય તે હેતુથી આ પોલિસી ડિસિઝન લેવામાં આવી રહ્યું છે. લેન્ડસ્કેપિંગનું કામ પૂરું થતાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ભાડાના દર અને નિયમો અંગે સત્તાવાર મંજૂરીની મહોર મારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નદી પરનો પહેલો મેટ્રો બ્રિજ તૈયાર, ડ્રોન VIDEO:રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભવ્ય નજારો માણી શકાશે, અડાજણથી મેટ્રો પકડી સીધા અંત્રોલીથી બુલેટ ટ્રેનમાં બેસી શકાશે
    Next Article
    'તમારા જેવી મા હોય એના કરતા ન હોય એ સારું':17 વર્ષીય દીકરી પર પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, પિતાને બચાવવા માતાએ પ્રયાસો કરતા હાઈકોર્ટે બરાબરની ઝાટકણી કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment