Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાત શખસે કાર રોકી તોડફોડ કરી:જામનગરના ખોડિયાર કોલોનીમાં બે યુવકો પર પાઇપથી હુમલો, મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ; ચાર નામજોગ આરોપી

    6 hours ago

    જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર સામે ભરબપોરે ફિલ્મી ઢબે કાર આંતરીને 7 શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી તોડફોડ મચાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જૂના મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ કાર રોકી ચાલક તથા તેના સાથીને માર માર્યો હતો અને મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બુલેટ આડું મૂકી કાર રોકી, પાઇપ વડે હુમલો કર્યો લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા 21 વર્ષીય ધવલ જીતેશભાઈ વાસુ અને તેમના પિતાને અગાઉ જોગવડ ગામ પાસે આરોપીઓના સંબંધીઓ સાથે તકરાર થઈ હતી. જેનો ખાર રાખીને ગત 9 નવેમ્બરના રોજ બપોરે આશરે 3:45 વાગ્યે આ હુમલો કરવામાં આવ્યો હતો. ધવલભાઈ જી.જી. હોસ્પિટલમાંથી સારવાર કરાવી પોતાની કાર (નં. GJ-10-DR-8525) મારફતે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ખોડિયાર કોલોનીમાં રાજ ચેમ્બર સામે આરોપી હસમુખ રબારી અને કિશન ખાભલાએ પોતાનું બુલેટ કાર આગળ આડું મૂકી રસ્તો રોકી લીધો હતો. ત્યારબાદ બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને ધવલભાઈને પાઇપ વડે ફટકારી ડાબા પડખા તેમજ ડાબા હાથમાં મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન ધવલભાઈ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરાયો હતો અને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. હુમલાખોરોએ ધવલ સાથે બેઠેલા ભરતભાઈને પણ લોખંડના પાઇપથી છાતી અને જમણા હાથના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. સ્વિફ્ટ કારમાં અન્ય પાંચ શખ્સો પણ ધસી આવ્યા આ ઘટના દરમિયાન અન્ય આરોપીઓ વિજય રબારી, રાજ રબારી તથા અન્ય 3 અજાણ્યા શખ્સો સ્વિફ્ટ કાર (નં. GJ-10-EH-9700) લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ શખ્સોએ સાથે મળીને લોખંડના પાઇપ વડે ધવલની કારના કાચ, દરવાજા અને લાઇટમાં આડેધડ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને આતંક મચાવ્યો હતો. પોલીસ કાર્યવાહી ફરિયાદીએ જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ એમ. એમ. કુંભારવાડિયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ઓપરેશન ગંગાજળ'ની વચ્ચે તકેદારી આયોગની કવાયત:ગુજરાતમાં 3,839 કેસ પડતર, એક વર્ષ જૂના કેસોના નિકાલ માટે ત્રણ મહિનાની ઝુંબેશ, નિવૃત્તિના મહિને જ 66 અધિકારીઓના કેસ રજૂ કરાયા
    Next Article
    રાજકોટની નામાંકિત ઈમ્પિરિયલ હોટલના કિચનની ચીમનીમાં આગ:કિચનની એરિયામાં જ LPG સિલિન્ડનો મોટો જથ્થો, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment