Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની નામાંકિત ઈમ્પિરિયલ હોટલના કિચનની ચીમનીમાં આગ:કિચનની એરિયામાં જ LPG સિલિન્ડનો મોટો જથ્થો, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી

    7 hours ago

    રાજકોટના વ્યસ્ત ગણાતા યાજ્ઞિક રોડ પર જાણીતી હોટલ ઈમ્પિરિયલમાં આજે બુધવારે બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હોટલના કિચન એરિયામાંથી અગાસી સુધી જતી એક્ઝોસ્ટ હેડ (ચીમની)માં આગ ભભૂકી ઊઠતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, આજે 11 નવેમ્બરના રોજ બપોરે આશરે 2:30 વાગ્યાના સુમારે હોટલના કિચનની ચીમનીમાં અચાનક આગ લાગી હતી. આ અંગે હોટલ મેનેજમેન્ટ દ્વારા ત્વરિત 112 પર કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતાં કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચીમની હોટલની અગાસી પર હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ પ્રાથમિક તબક્કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન હોટલના કિચન એરિયા પાસેથી મોટી સંખ્યામાં એલપીજી ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો. સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લેતાં ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચતા અટકી હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સાત શખસે કાર રોકી તોડફોડ કરી:જામનગરના ખોડિયાર કોલોનીમાં બે યુવકો પર પાઇપથી હુમલો, મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ; ચાર નામજોગ આરોપી
    Next Article
    દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ:PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, ભાજપનું શક્તિપ્રદર્શન, સુરતમાં બે હત્યા, અકસ્માતોમાં ચારનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment