Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા:બિલ્ડિંગની તમામ લાઇટો બંધ કરી દેવાઇ, સ્ટાફના મોબાઇલ કબજે કરાયા; મીડિયાને નો-એન્ટ્રી

    1 day ago

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ગુરુવાર રાત્રે રાવલપિંડીની અડિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઇમરાન હોસ્પિટલ પહોંચતા જ બિલ્ડિંગની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી. હોસ્પિટલ સ્ટાફના મોબાઇલ જમા કરાવી લેવામાં આવ્યા. ગેટની બહાર હાજર મીડિયાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા. ઇમરાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો કે ઇમરાન ખાનને બે દિવસની અંદર હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તેમને 16 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રાખવાનું કહેવામાં આવ્યું હતું. તેમના પરિવાર અને વકીલોએ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની પસંદના ડોકટરો દ્વારા સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માગ કરી હતી. પાકિસ્તાન સરકારે આદેશને ફરી પડકાર્યો પાકિસ્તાન સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરીથી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં માગ કરવામાં આવી છે કે ઇમરાન ખાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવાના આદેશને બદલવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે શરૂઆતમાં કહ્યું હતું કે તે કોર્ટના આદેશનો અમલ કરશે. જોકે, બાદમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને આદેશ પર ફરીથી વિચાર કરવા અને તેને પાછો ખેંચવાની માગ કરી. રિપોર્ટ્સ અનુસાર, સરકારની પહેલી રિવ્યુ પિટિશન કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે પરત કરી દીધી હતી. તેનું કારણ અરજી સાથે જરૂરી દસ્તાવેજોનો પૂરો સેટ ન હોવાનું જણાવાયું હતું. ઇમરાનના વકીલે કહ્યું- જેલ પ્રશાસને પૂર્વ પીએમ સાથે મળવા દીધા નહીં સુપ્રીમ કોર્ટની નિર્ધારિત સમયમર્યાદા વીતી ગયા પછી ઇમરાન ખાનના વકીલ ખાલિદ યુસુફ ચૌધરીએ કહ્યું કે તેઓ અડિયાલા જેલની બહાર હાજર હતા, પરંતુ તેમને ઇમરાનને મળવા દેવામાં આવ્યા ન હતા. ચૌધરીના મતે, તેમને ઇમરાન ખાન પાસેથી અવમાનના અરજી અને પાવર ઓફ એટર્ની પર તેમની સહીઓ કરાવવાની હતી, પરંતુ જેલ પ્રશાસને તેમને મળવાની મંજૂરી આપી ન હતી. વકીલે આરોપ લગાવ્યો કે તેમને ઇમરાનને મળતા રોકવાનો હેતુ સુપ્રીમ કોર્ટમાં તેમની સારવારને લઈને અવમાનના અરજી દાખલ કરતા રોકવાનો છે. અમે તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરીશું. મેડિકલ રિપોર્ટમાં ઇમરાનની તબિયતને લઈને ચિંતા કોર્ટમાં રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેમના બ્લડ પ્રેશરમાં વધઘટ, હૃદયના ધબકારા તેજ થવા અને નોંધપાત્ર માનસિક તણાવની સમસ્યા સામે આવી હતી. ઇમરાનનું તાજેતરનું બ્લડ પ્રેશર 140/80 નોંધવામાં આવ્યું હતું, જ્યારે તેમની નાડી પ્રતિ મિનિટ 54 વખત હતી. ફેબ્રુઆરીમાં તેમનું બ્લડ પ્રેશર 120/80 હતું, જેને સામાન્ય માનવામાં આવે છે. ઇમરાનની સારવાર માટે મેડિકલ બોર્ડ બનશે સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઇમરાનની બહેન ડો. ઉઝમા ખાન અને તેમના અંગત ડોક્ટરને પણ મેડિકલ બોર્ડમાં સામેલ કરવા જણાવ્યું છે. મેડિકલ બોર્ડમાં ઘણા નિષ્ણાત ડોકટરો હશે. તેઓ સાથે મળીને ઇમરાનની સંપૂર્ણ તપાસ કરશે અને જૂના મેડિકલ રિપોર્ટ પણ જોશે. આ પછી ડોકટરો શોધી કાઢશે કે તેમને શું સમસ્યા છે, બ્લડ ક્લોટ શા માટે બની રહ્યો છે અને આગળ કોઈ ખતરો તો નથી ને. તપાસ પછી બોર્ડ જણાવશે કે ઇમરાનને કઈ સારવારની જરૂર છે અને તેમની સારવાર જેલમાં થઈ શકે છે કે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે. ઓગસ્ટ 2023થી ઇમરાન જેલમાં છે 73 વર્ષીય ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમને સૌપ્રથમ તોશાખાના કેસમાં 3 વર્ષની સજા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની સામે સિફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિત અનેક કેસ નોંધાયા હતા. બાદમાં સિફર અને ઇદ્દત નિકાહ કેસોમાં તેમને કોર્ટમાંથી રાહત મળી હતી. તોશાખાના કેસમાં પણ તેમની એક સજા રોકી દેવામાં આવી હતી. આમ છતાં, અન્ય કેસોને કારણે તેઓ હજુ જેલમાં છે. ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનું કહેવું છે કે 2022માં વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ તેમની સામે રાજકીય કારણોસર કેસ નોંધવામાં આવ્યા હતા. તેમનો આરોપ છે કે તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખવા માટે આવું કરવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારે છે અને કહે છે કે આ મામલાઓ કાનૂની પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે. તોશાખાના શું છે અને ઇમરાન ખાનનો મામલો શું છે? તોશાખાના પાકિસ્તાન સરકારનો સરકારી ભંડાર છે. અહીં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રી અને અન્ય સરકારી અધિકારીઓને વિદેશોમાંથી મળેલા કિંમતી ભેટો જમા કરવામાં આવે છે. એમાં ઘડિયાળો, ઘરેણાં, પેઇન્ટિંગ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઇમરાન ખાનનો વિવાદ ઇમરાન ખાન 2018 થી 2022 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા. આ દરમિયાન તેમને ઘણી મોંઘી વિદેશી ભેટો મળી. આરોપ છે કે કેટલીક ભેટોની જાણકારી અને તેના વેચાણથી મળેલી રકમની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી ન હતી. આનાથી સંબંધિત ત્રણ મામલા… 1. ભેટોની માહિતી છુપાવવાનો આરોપ 2022માં પાકિસ્તાનના ચૂંટણી પંચે ઇમરાનને ભેટોની માહિતી ખોટી રીતે જાહેર કરવા બદલ દોષિત ઠેરવ્યા અને તેમને અયોગ્ય જાહેર કર્યા. 2. તોશાખાનાનો પ્રથમ કેસ ઇમરાન પર આરોપ હતો કે તેમણે કેટલીક મોંઘી ભેટો નિર્ધારિત કિંમત ચૂકવીને પોતાની પાસે રાખી અને પછી વેચી દીધી. ઓગસ્ટ 2023માં તેમને 3 વર્ષની સજા સંભળાવવામાં આવી. બાદમાં સજા સ્થગિત થઈ ગઈ. 3. તોશાખાના-2 કેસ આમાં 2021માં સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસેથી મળેલા બુલ્ગારી જ્વેલરી સેટનો કેસ છે. પ્રોસિક્યુશન મુજબ તેની કિંમત લગભગ 8 કરોડ પાકિસ્તાની રૂપિયા હતી, જ્યારે તેને લગભગ 29 લાખ રૂપિયામાં રાખવાનો આરોપ છે. ઇમરાન ખાનના મુખ્ય કેસની વર્તમાન સ્થિતિ 1. તોશાખાના કેસ 2023માં ઇમરાન ખાનને તોશાખાના કેસમાં 3 વર્ષની સજા થઈ હતી. બાદમાં આ સજા મોકૂફ રાખવામાં આવી. જોકે, બાદમાં તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં ડિસેમ્બર 2025માં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17-17 વર્ષની સજા સંભળાવવામાં આવી. આ સજા મોંઘી સરકારી ભેટોની કથિત ઓછી કિંમતે ખરીદી સાથે સંબંધિત કેસમાં છે. 2. સાયફર કેસ ઇમરાન ખાનને સાયફર/સ્ટેટ સિક્રેટ્સ કેસમાં મળેલી 10 વર્ષની સજા હાઈકોર્ટે રદ કરી દીધી હતી. જૂન 2024માં તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. 3. ઇદ્દત નિકાહ કેસ ફેબ્રુઆરી 2024માં ઇમરાન ખાન અને બુશરા બીબીને 7-7 વર્ષની સજા મળી હતી. જુલાઈ 2024માં બંનેને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. 4. અલ-કાદિર ટ્રસ્ટ કેસ આ કેસ ઇમરાન ખાન વડાપ્રધાન હતા ત્યારે બ્રિટનથી પાકિસ્તાન પરત લાવવામાં આવેલા લગભગ £190 મિલિયન અને તેની સાથે સંકળાયેલા કથિત ભ્રષ્ટાચાર સંબંધિત છે. 17 જાન્યુઆરી 2025 ના રોજ ઇમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. મે 2026 માં આ સજાને સ્થગિત કરવાની તેમની અરજી ઇસ્લામાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેમની મુખ્ય અપીલ પર સુનાવણી ચાલુ છે. ------------------- આ સમાચાર પણ વાંચો… નવ મહિના પછી ઇમરાન ખાન બહેન અને પત્નીને મળ્યા:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલ ખસેડવામાં આવશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેન નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીએ અડિયાલા જેલમાં મળ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મુલાકાત થઈ. નોરીન 9 મહિના પછી ઇમરાનને મળ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Vaibhav Sooryavanshi In, Big Names Dropped From India's 2027 World Cup Team? Ex-CSK Star Drops "Bomb Squad"
    Next Article
    હળવદમાં વિદેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો:એક વર્ષથી નાસતા ફરતા ઈમરાનખાન મલેકને પોલીસે ઝડપ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment