Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દિવાળી પછી ગુજરાતભરમાં રિક્ષા-ટેક્સીનાં પૈડાં થંભાવી દઈશું':ટ્રાન્સપોર્ટ કમિશનરે સમય ન આપતાં ડ્રાઇવરોમાં ભારે આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી

    20 hours ago

    ગુજરાતમાં રિક્ષા અને ટેક્સીચાલકોના પડતર પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ લાવવાની બાંયધરી આપવામાં આવી હોવા છતાં પ્રશ્નો ઉકેલાયા ન હોવાનો આક્ષેપ કરી ડ્રાઇવર સંગઠનોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે (26 ઓક્ટોબર) ગાંધીનગરમાં વાહનવ્યવહાર કમિશનરને મળવા પહોંચેલા રિક્ષા અને ટેક્સીચાલકોને મુલાકાત માટે સમય ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ કે ઉકેલ ન મળતાં ડ્રાઇવર સંગઠનોએ દિવાળી બાદ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. આંદોલન દરમિયાન ગુજરાતભરમાં રિક્ષા અને ટેક્સીનાં પૈડાં થંભાવી દેવાની તેમજ વાહનો પર સરકાર અને સરકારી તંત્ર સામે પોસ્ટર લગાવી વિરોધ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. એક મહિનાની બાંયધરી બાદ પણ પ્રશ્નો યથાવત્ અમદાવાદ ટેક્સી ડ્રાઇવર યુનિયનના પ્રમુખ વનરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, ટેક્સી અને રિક્ષાચાલકોના પડતર પ્રશ્નો માટે છેલ્લા એકથી દોઢ વર્ષથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. અગાઉ પ્રશ્નોના નિરાકરણ માટે હડતાળ પણ કરવામાં આવી હતી. તે સમયે એક મહિનાની અંદર તમામ પ્રશ્નો ઉકેલવાની બાંયધરી આપવામાં આવી હતી. જોકે, એક મહિનો પૂરો થયા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગરમાં વાહનવ્યવહાર કમિશનરને મળવા માટે પહોંચ્યા ત્યારે મુલાકાતનો સમય આપવામાં આવ્યો ન હતો. હવે ફરીથી આવતા સોમવારે મળવાનું કહેવામાં આવ્યું છે. વારંવાર ગાંધીનગરના ધક્કા ખાવા છતાં કોઈ નક્કર જવાબ મળતો ન હોવાથી ડ્રાઇવરોમાં રોષ છે. ઓલા, ઉબર અને રેપિડો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની માગ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું હતું કે, અગાઉ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે મુલાકાત માટે સમય લેવામાં આવ્યો હતો અને બપોરે 3 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. જોકે, કમિશનર હાજર હોવા છતાં મુલાકાત થઈ શકી નહોતી. દૂર-દૂરથી રોજગારી છોડીને આવેલા ગરીબ ડ્રાઇવરોને વારંવાર પરત જવું પડે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, નાના ડ્રાઇવરો સામે નિયમભંગ બદલ તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી થાય છે, પરંતુ ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ સામે સમાન કડક કાર્યવાહી થતી નથી. રાજ શિરકેએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રેપિડો પાસે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે જરૂરી લાઇસન્સ અંગે પણ પ્રશ્નો છે. તેમણે સરકાર પાસે માગ કરી છે કે, નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જરૂર જણાય તો તેમના લાઇસન્સ 6થી 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. જોકે, આ કંપનીઓના લાઇસન્સ અંગેના આક્ષેપો અને માગણીઓની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. દિવાળી બાદ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ડ્રાઇવર સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, હવે માત્ર આશ્વાસનથી સંતોષ માનવામાં નહીં આવે. જો સરકાર દ્વારા તાત્કાલિક નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો દિવાળી બાદ ગુજરાતભરમાં રિક્ષા અને ટેક્સીચાલકો ઉગ્ર આંદોલન કરશે. વાહનો પર પોસ્ટર લગાવી વિરોધ કરવાની પણ તૈયારી છે. સંગઠનોએ સરકારને ડ્રાઇવરોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક બેઠક બોલાવવા અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા માગ કરી છે. હવે સરકાર શું નિર્ણય લે છે અને આગામી સોમવારે મળનારી સંભવિત બેઠકમાં કોઈ નક્કર ઉકેલ આવે છે કે નહીં તેના પર રિક્ષા-ટેક્સીચાલકોની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં 'ઓડી જી'ની એન્ટ્રી!:PMના ગેટઅપમાં આર્ટિસ્ટને જોઈ સમય રૈનાના હોંશ ઊડ્યા, મોં સંતાડવા માસ્ક માગ્યું; કુણાલ કામરાને રોસ્ટ કર્યો
    Next Article
    સાંસદ ગેનીબેન ઠાકોરની સરકાર સમક્ષ માંગ:બનાસકાંઠાના ખેડૂતોને દેવા માફી, વ્યાજ માફી અને દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતો માટે અલગ સહાય પેકેજ આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment