Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ગેનીબેન ઠાકોરની સરકાર સમક્ષ માંગ:બનાસકાંઠાના ખેડૂતોને દેવા માફી, વ્યાજ માફી અને દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતો માટે અલગ સહાય પેકેજ આપો

    21 hours ago

    રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાતને લઈને બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતોના હિતમાં વિવિધ માગણીઓ કરી છે. ઓછા વરસાદ, સિંચાઈના પાણીની અછત અને પાક નિષ્ફળ જવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવા સાથે દેવા માફી, વ્યાજ માફી અને અલગ સહાય પેકેજ જાહેર કરવાની માગ કરી છે. સિંચાઈના પાણીની અછતથી ખેડૂતોના પાકને નુકસાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. નર્મદાના કમાન્ડ એરિયામાં પણ જ્યાં નર્મદાની કનેક્ટિવિટી નથી, તેવા વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિમાં નુકસાન ભોગવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. માત્ર દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત પૂરતી નથી, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને વાસ્તવિક રાહત મળે તે જરૂરી છે. ખેડૂતોનું દેવું અથવા વ્યાજ માફ કરવાની માગ 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને તેમની પાસેથી આશા છે. ઓછા વરસાદ અને સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતો દેવાના બોજ હેઠળ છે. આથી સરકાર ચાલુ વર્ષનું ખેડૂતોનું દેવું માફ કરે અથવા તેમના દેવા પરનું વ્યાજ માફ કરે તેવી માગ ગેનીબેન ઠાકોરે કરી છે. દાંતીવાડા અને ધાનેરા માટે અલગ સહાય પેકેજ જાહેર કરો બનાસકાંઠાના દાંતીવાડા અને ધાનેરા જેવા વિસ્તારોમાં પાણીની પૂરતી સુવિધા ન હોવાને કારણે ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અલગથી સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાતમાં બંધ થયેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરી શરૂ કરવામાં આવે અથવા પાકના નુકસાન સામે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. જમીન સંપાદન અને વહીવટી હેરાનગતિના મુદ્દે રજૂઆત ગેનીબેન ઠાકોરે ખેડૂતોને વહીવટી તંત્ર દ્વારા થતી હેરાનગતિ દૂર કરવાની માગ પણ કરી છે. જમીન સંપાદન દરમિયાન નુકસાન ભોગવતા ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો સરકારને જવાબદાર ઠેરવીશું ગેનીબેન ઠાકોરે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે, 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે આવે ત્યારે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે તેવી અપેક્ષા છે. જો ખેડૂતોને રાહત નહીં મળે તો વડાપ્રધાનની વારંવારની બનાસકાંઠા મુલાકાત પાછળ થતા ખર્ચની સરખામણીએ પણ જિલ્લાને વળતર મળતું નથી, એવું માનવાની ફરજ પડશે. તેમણે સરકારને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવી તેમને યોગ્ય રાહત આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'દિવાળી પછી ગુજરાતભરમાં રિક્ષા-ટેક્સીનાં પૈડાં થંભાવી દઈશું':ટ્રાન્સપોર્ટ કમિશનરે સમય ન આપતાં ડ્રાઇવરોમાં ભારે આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    બોટાદ તાલુકા પેન્શન મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ:સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ચંદુભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment