Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ તાલુકા પેન્શન મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ:સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ચંદુભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને સન્માન કરાયું

    22 hours ago

    બોટાદ તાલુકા પેન્શન મંડળની વાર્ષિક સામાન્ય સભા સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યોજાઈ. આ સભા ગુજરાત રાજ્ય નિવૃત્ત પેન્શન મંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદુભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં વર્ષ દરમિયાન ભેટ આપનાર અને 65 વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ-બહેનોનું પ્રમુખના હાથે શાલ ઓઢાડી સન્માન કરાયું. તાલુકા પેન્શન મંડળના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે મહેમાનોનું સ્વાગત કર્યું. સંસ્થાના સંચાલક માધવસ્વામીએ પેન્શનરોને આધ્યાત્મિક સમજણ આપી. બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજર ગુપ્તાએ સાયબર અને ફ્રોડ વિશે માહિતી આપી. રાજ્યના પ્રમુખ જોષીભાઈએ 8મા પગારપંચ, 10.20.30ના લાભો અને વિધવા બહેનોના લાભો વિશે વિગતવાર ચર્ચા કરી. બોટાદ જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ વસંતભાઈ પિપાવતે મંડળના કાર્યક્રમોની રૂપરેખા આપી. કારોબારી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો. સભાનું સંચાલન મેહુલભાઈ પટેલે કર્યું, જ્યારે મહામંત્રી મૂળજીભાઈ અલગોતરે આભાર વિધિ કરી. આશરે 450 પેન્શનરોએ ભોજન પ્રસાદ લીધો.
    Click here to Read More
    Previous Article
    સાંસદ ગેનીબેન ઠાકોરની સરકાર સમક્ષ માંગ:બનાસકાંઠાના ખેડૂતોને દેવા માફી, વ્યાજ માફી અને દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતો માટે અલગ સહાય પેકેજ આપો
    Next Article
    વેરાવળમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ફૂડ સેફ્ટી તાલીમ અપાઈ:80 વેપારીઓએ ભાગ લીધો, સ્વચ્છતા અને પૌષ્ટિકતા જાળવવા માર્ગદર્શન મળ્યું, સર્ટિફિકેટ પણ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment