Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરીબ, આદિવાસી અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ:પ્રસૂતિ અને સ્ત્રીરોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સીમલામાં ટ્રસ્ટી ડો. હર્ષા શાહે સ્વીકાર્યો એવોર્ડ, 80% સુવાવડ વિનામૂલ્યે કરાય છે

    1 day ago

    ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ તથા આજુબાજુના વિસ્તારમાં આદિવાસી લોકો માટે કામ કરનાર સંસ્થા છે. આ સંસ્થા દ્વારા 100 બેડની હોસ્પિટલ સાથે મહિલા પ્રવૃત્તિ પ્રોજેક્ટ તથા બાળ શિક્ષણ પ્રોજેક્ટ અને આસપાસના 300થી વધુ ગામોના વિકાસના ઉદ્દેશ્ય અર્થે સામૂહિક આરોગ્ય અને વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. દર વર્ષે પ્રસુતિ વિભાગમાં 4 હજાર જેટલી સગર્ભા બહેનો નિદાન તથા સારવાર મેળવે છે અને 1100થી 1200 જેટલી સુવાવડ થાય છે. જેમાંથી 58 % નોર્મલ અને 42 % સિઝેરિયનથી થાય છે, જેમાંથી 80 % સુવાવડ મફતમાં કરવામાં આવે છે. સુવાય સંસ્થા,મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર, ન્યુ દિલ્હી તથા યુએસએના સંયુક્ત ઉપક્રમે પ્રસુતિ અને સ્ત્રીરોગ ચિકિત્સાના અસાધારણ યોગદાન તથા જાહેર આરોગ્ય નિષ્ણાત સેવા તરીકેની કામગીરી બદલ દર વર્ષે આપવામાં આવતાં એમએસ સિગ્નેચર ઈન્ટરનેશનલ એવોર્ડ-2026 માટે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલની પસંદગી કરવામાં આવી છે. દર વર્ષે દેશ અને વિદેશમાંથી 500થી વધુ નોમિનેશન આવતાં હોય છે, તેમાંથી જ્યુરી દ્વારા ઉમદા અને અસાધારણ કાર્ય કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ સ્વીકૃતિ પ્રસંગે સીમલા (હિમાચલ પ્રદેશ)માં ટ્રસ્ટી ડો. હર્ષા શાહ તથા કંચન ધાડવે ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ ડો. મૈથિલી શરણની યાદમાં અપાય છે એમ.એસ. સિગ્નેચર એવોર્ડ’ જાણીતા તબીબ ડૉ. મૈથિલી શરણ વર્માની યાદમાં આપવામાં આવે છે. તેમના નામ પરથી જ આ એવોર્ડનું નામ 'MS Signature Award' રાખવામાં આવ્યું છે. આ એવોર્ડ 'સુવાચ' (Suwach) સંસ્થા દ્વારા તબીબી, સામાજિક અને હેલ્થકેર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શ્રેષ્ઠ તબીબો અને અગ્રણીઓને પ્રોત્સાહિત કરવા માટે એનાયત કરવામાં આવે છે. ગરીબ, આદિવાસી અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ ગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લાના અત્યંત ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ,જરૂરિયાતમંદ અને આદિવાસી સમુદાયોને સેવા આપવામાં આવે છે. સાથેસાથ નવસારી જિલ્લામાં એકમાત્ર ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટરનું સંચાલન અને કિશોરાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની મહિલાઓને વ્યાપક સ્વાસ્થ્ય સેવાઓ જેવી કે કિશોરી સ્વાસ્થ્ય, શાળાકીય સ્વાસ્થ્ય, પ્રસૂતિ-પૂર્વે ની સંભાળ સુરક્ષિત પ્રસૂતિ તેમજ સ્તન અને સર્વાઇકલ કેન્સરની તપાસ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. >ડો. અશ્વિન શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જિલ્લા, રાજ્ય અને દેશ બહારથી આવતા રાત્રિ મુકામ કરવા ઇચ્છતા પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે
    Next Article
    પ્રમુખ, પુરુષ અને મહિલા કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ ઉંચકી ગઇ‎:વલસાડમાં કોંગ્રેસની રેલીને રોડ પર રોકતાં પોલીસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment