Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:જિલ્લા, રાજ્ય અને દેશ બહારથી આવતા રાત્રિ મુકામ કરવા ઇચ્છતા પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે

    1 day ago

    દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધીજીએ જ્યાં રાત્રિ મુકામ કર્યો તેમાંની ઘણી ઐતિહાસિક જગ્યાઓએ સરકારે યાત્રી નિવાસ બનાવ્યા પણ જ્યાં 10 દિવસ રોકાયા અને મીઠા સત્યાગ્રહ કરાયો ત્યાં જ કોઈ યાત્રી નિવાસ યા અન્ય રહેવા માટે સુવિધા સરકારે ઉભી કરી નથી. આઝાદીના મોટા આંદોલનમાં મીઠા સત્યાગ્રહનો સમાવેશ થાય છે, જેમાં મહાત્મા ગાંધીજીએ અમદાવાદ સાબરમતી આશ્રમથી પદયાત્રા શરૂ કરી નવસારીના દાંડી પહોંચ્યા હતા અને અહીં ચપટી મીઠું ઉપાડી સત્યાગ્રહ કર્યો હતો. આ ઐતિહાસિક આંદોલનમાં જ્યાં જ્યાં બાપુના પગલાં પડ્યાં તે જગ્યા પણ ઐતિહાસિક બની છે. આ આંદોલનમાં બાપુએ ઘણી જગ્યાએ રાત્રિ મુકામ કર્યો હતો, જે જગ્યા ઐતિહાસિક થઈ છે, જેમાંની ઘણી જગ્યાએ સરકારે લોકો રહી શકે તે માટે યાત્રી નિવાસ બનાવ્યા છે. જોકે નવાઈની અને દુ:ખદ બાબત એ છે કે જ્યાં મીઠા સત્યાગ્રહ થયો અને બાપુ જ્યાં 10 દિવસ રોકાયા તે દાંડીમાં જ કોઈ યાત્ર નિવાસ યા અન્ય રહેવાની સુવિધા પ્રવાસીઓ માટે હજુ સુધી કરવામાં આવી નથી. વધુમાં મહત્વની બાબત એ છે કે 2019માં સરકારે દાંડીમાં 100 કરોડથી વધુના ખર્ચે મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવ્યું અને ત્યારબાદ અગાઉ કરતાં વધુ પ્રવાસી જિલ્લા અને રાજ્ય બહારના આવવાના શરૂ થયા પણ બીચ નજીક રાત્રિ મુકામ કરી શકતા નથી. ટુરિઝમ વિભાગ સાથે ચર્ચા કરીશું કરાડીમાં ગાંધી સ્મૃતિ સ્મારક સ્થળે તળાવ વિકાસ માટે પ્રક્રિયા ચાલી રહી છે અને ટુરિઝમ વિભાગની ટીમ આવે છે. દાંડીમાં રહેવાની સુવિધા નથી તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવશે. વધુ સુવિધા ઐતિહાસિક સ્થળે ઉભી કરાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. > મનીષ ગુરુવાની, કલેક્ટર, નવસારી જમવાની સુવિધા પણ મોડે મોડે કરાઈ.. આમ તો 2019 અગાઉ તો ઐતિહાસિક સ્થળ હોવા છતાં દાંડીમાં વધુ નહીવત સુવિધાઓ હતી. જોકે જાન્યુઆરી 2019માં મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું ત્યારબાદ પ્રવાસીઓ માટે ખરા અર્થમાં જોવાલાયક સ્થળ દાંડી બન્યું. જોકે મીઠા સ્મારક બન્યું ત્યારે રહેવાની તો ઠીક યોગ્ય જમવાની સુવિધા પણ ન હતી તે પણ મોડે મોડે 4 વર્ષ અગાઉ કરી હતી. આ જમવાનું પણ બપોરે જ મળે છે, સાંજે મળતું નથી. દાંડીકૂચના આ 14 જગ્યાએ યાત્રી નિવાસની સુવિધા ગાંધીજીએ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો અને તે પછી તેઓ જ્યાં જ્યાં રોકાયા તે નવાગામ, માતર, કંકાપુરા, કારેલી, અણખી, આમોદ, સમની, માંગરોળ, ઉમરાચી, ભટગામ, દેલાડ, છાપરાભાઠા, વાંઝ, મટવાડ સહિત તમામ સ્થળે યાત્રી નિવાસ ઊભા કરાયા છે. પરંતુ ગાંધીજી જ્યાં 10 દિવસ રોકાયા ત્યાં સરકારે રસ દાખવ્યો નથી. આ યાત્રી નિવાસ સ્થળે અહીં આવનારા પ્રવાસીઓ માટે રોકાણની વ્યવસ્થાઓ ઉપરાંત ભોજન તથા ગાંધીજીના જીવન ઉપર પ્રદર્શન વગેરે ઊભા કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી રેલવે સ્ટેશન પશ્ચિમ‎વિસ્તારમાં ‘ત્રીજી આંખ’નો અભાવ‎:ટ્રાફિક અને અકસ્માતોની ગંભીર સમસ્યા અટકાવવા સીસીટીવી મૂકવા એસપીને રાવ
    Next Article
    ગરીબ, આદિવાસી અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ:પ્રસૂતિ અને સ્ત્રીરોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સીમલામાં ટ્રસ્ટી ડો. હર્ષા શાહે સ્વીકાર્યો એવોર્ડ, 80% સુવાવડ વિનામૂલ્યે કરાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment