Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી રેલવે સ્ટેશન પશ્ચિમ‎વિસ્તારમાં ‘ત્રીજી આંખ’નો અભાવ‎:ટ્રાફિક અને અકસ્માતોની ગંભીર સમસ્યા અટકાવવા સીસીટીવી મૂકવા એસપીને રાવ

    1 day ago

    નવસારી શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન મિલ તથા રેલવે સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે. ઉપરાંત, વાહનોની ગતિ મર્યાદા પર કોઈ અંકુશ ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. રસ્તાઓ પર ગેરકાયદે દબાણ કરી અવરોધ ઊભા કરતા તત્વો સામે પણ સીસીટીવી વગર કાર્યવાહી કરવી મુશ્કેલ બની રહી છે.અગાઉના જિલ્લા પોલીસવડા (એસ.પી.)ના આગમન વખતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આ ગંભીર સમસ્યા રજૂ કરવામાં આવી હતી. તે સમયે તંત્ર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય પ્રબંધ કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ પરિસ્થિતિ હજુ જૈસે થે છે. હવે નવનિયુક્ત એસ.પી. આ જનહિતના પ્રશ્નને પ્રાથમિકતા આપી ત્વરિત સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરે તેવી લોકમાંગ ઉઠી છે. આ વિસ્તારમાં ‘ત્રીજી આંખ’ સક્રિય થવાથી સુરક્ષા વધશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરશે. અકસ્માતની સંખ્યા વધી છે સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી ટ્રાફિક અને ગફલતભરી ડ્રાઇવિંગના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. શાંતિ સમિતિમાં અગાઉ રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહ્યું. નવા એસપી પ્રજાની સલામતી ખાતર તાકીદે સીસીટીવી લગાવવાનો પ્રબંધ કરી રસ્તો અવરોધતા તત્વો સામે કડક પગલાં ભરે તેવી અમારી માંગ છે. > ઈબ્રાહીમ સૈયદ, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયામાં પ્રાણીપ્રેમીઓએ આક્રોશ ઠાલવ્યો બાદ‎:કૂતરાનું ગળું દબાવી હત્યા કરનારા ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જિલ્લા, રાજ્ય અને દેશ બહારથી આવતા રાત્રિ મુકામ કરવા ઇચ્છતા પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment