Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયામાં પ્રાણીપ્રેમીઓએ આક્રોશ ઠાલવ્યો બાદ‎:કૂતરાનું ગળું દબાવી હત્યા કરનારા ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ

    1 day ago

    ઈંટાળવા વિસ્તારમાં શ્વાન પ્રત્યે અમાનવીય અત્યાચાર આચરી તેને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારવાના બનાવમાં નવસારી રૂરલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ગત 27 સપ્ટેમ્બરના રોજ ઈંટાળવા સ્થિત ઓપેરા હાઇટ્સ નજીક ખુલ્લી જગ્યામાં ચાર શખ્સોએ ભેગા મળી કૂતરાનું નિર્દયતાપૂર્વક ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પ્રાણીપ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. જે બાદ સ્થાનિક વેપારી રાહુલભાઈ સેવાણીએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ધર્મેશ ઉર્ફે બહાદુર (રહે. જમાલપોર), સુરેશભાઈ ચૌહાણ (રહે. કોટનમીલ ચાલ), હેમંતભાઈ સહિત સંડોવાયેલા શખ્સો સામે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયાના ગણતરીના સમયમાં જ તપાસ અધિકારી એએસઆઈ રવિનભાઈ અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લઈ આગળની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારામાં ટ્રકે પાર્ક કરેલી નાળિયેર ભરેલી બોલેરોને ટક્કર મારી:વીરપર ગામ નજીક બોલેરો પલટી, ચાલક ઘાયલ; રૂ.30થી 40 હજારનું નુકસાન
    Next Article
    નવસારી રેલવે સ્ટેશન પશ્ચિમ‎વિસ્તારમાં ‘ત્રીજી આંખ’નો અભાવ‎:ટ્રાફિક અને અકસ્માતોની ગંભીર સમસ્યા અટકાવવા સીસીટીવી મૂકવા એસપીને રાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment