Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારામાં ટ્રકે પાર્ક કરેલી નાળિયેર ભરેલી બોલેરોને ટક્કર મારી:વીરપર ગામ નજીક બોલેરો પલટી, ચાલક ઘાયલ; રૂ.30થી 40 હજારનું નુકસાન

    1 day ago

    ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે એક ટ્રકે પાર્ક કરેલી નાળિયેર ભરેલી બોલેરો પીકઅપને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બોલેરો પલટી ગઈ હતી અને તેના ચાલક રાહુલભાઈ કરશનભાઈ ભરડાને માથામાં ઈજા થઈ હતી. આ ઘટનામાં ૩૦થી ૪૦ હજાર રૂપિયાનું નુકસાન થયું છે. રાહુલભાઈ (૩૪) ૮ ઓક્ટોબરે જૂનાગઢથી લીલા નાળિયેર ભરીને મોરબી આવી રહ્યા હતા. ૯ ઓક્ટોબરની રાત્રે લગભગ દોઢ વાગ્યે વીરપર ગામ પાસે બાથરૂમ જવા માટે તેમણે બોલેરો સાઈડમાં પાર્ક કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક (GJ-12-AT-9078)ના ચાલકે બોલેરો (GJ-11-VV-6613)ને ટક્કર મારી હતી. રાહુલભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ટંકારા પોલીસે ટ્રકચાલક સામે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજે કોકરોચ પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ, 100થી વધુને કસ્ટડીમાં લેવામાં આવ્યા
    Next Article
    સોશિયલ મીડિયામાં પ્રાણીપ્રેમીઓએ આક્રોશ ઠાલવ્યો બાદ‎:કૂતરાનું ગળું દબાવી હત્યા કરનારા ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment