Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા આદેશ:ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી બે દિવસ કતલખાના બંધ રાખવાનો નિર્ણય, વેપારી હુકમનું પાલન નહી કરે તો કડક કાર્યવાહી થશે

    11 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારો રામનવમી અને મહાવીર જયંતીને ધ્યાનમાં રાખીને શહેરના મટન માર્કેટ અને કતલખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો ભાવનગર મહાનગરપાલિકા આગામી હિન્દૂ સમાજના ધાર્મિક તહેવારોને લઈ મટન માર્કેટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ તા.26/3/2026 (રામનવમી) તથા 31/3/2026 (મહાવીર જયંતી) બંને દિવસો દરમિયાન બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ પણ વેપારી આ હુકમનો અનાદર કરશે તો કાર્યવાહી થશે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે આ દિવસો દરમિયાન માંસનો સંગ્રહ કે વેચાણ કરવું નહીં, જો કોઈ પણ વેપારી આ હુકમનો અનાદર કરતા ઝડપાશે, તો તેમની સામે ધારાધોરણ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ​આ આદેશ વેટરનરી ઓફિસર અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું:મનપાની ચૂંટણી માં શહેર ઉપપ્રમુખને ટિકિટ ન અપાતા 30 થી 40 કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો
    Next Article
    બહેનની નજર સામે ભાઈને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો:વાસણામાં ભાઈની હત્યા મૃતકે કરી હોવાની શંકા રાખી આરોપીએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment