Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે':સોનિયા ગાંધીએ લખ્યું- રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા

    9 hours ago

    સોનિયા ગાંધીએ પોતાની પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં લખ્યું છે કે રાહુલ ગાંધીને પિતા રાજીવ ગાંધીની હત્યાની આશંકા હતી. માર્ચ 1991માં અમેરિકા પરત ફરતા પહેલાં રાહુલે કહ્યું હતું કે જો પિતાની સુરક્ષા વધારવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં તેમના અંતિમ સંસ્કાર માટે ઘરે આવવું પડશે. સોનિયાના જણાવ્યા મુજબ, તે સમયે રાજીવ ગાંધીના જીવને ખતરો સતત વધી રહ્યો હતો, પરંતુ તેમની સુરક્ષાની વ્યવસ્થા નબળી કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન પદ છોડ્યા બાદ પણ તેમના જીવ પરનો ખતરો ઓછો થયો નહોતો. તેમ છતાં તેમને પહેલાં જેવી સુરક્ષા મળી રહી નહોતી. રાહુલે બિહાર પ્રવાસ દરમિયાન પિતાની સુરક્ષામાં થયેલી ચૂક જોઈ હતી સોનિયા લખે છે કે માર્ચ 1991માં ઈસ્ટરની રજાઓ દરમિયાન રાહુલ અમેરિકા પરથી ઘરે આવ્યા હતા. તે સમયે તેઓ અભ્યાસ માટે અમેરિકામાં હતા. તેમણે પોતાના પિતા સાથે બિહારના પ્રવાસે જવાની જીદ કરી હતી. આ પ્રવાસમાં રાહુલે જે જોયું તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજીવ જે ખુલ્લી જીપમાં મુસાફરી કરી રહ્યા હતા, તેના પર વિરોધી પક્ષના કાર્યકર્તાઓએ પથ્થરો અને ઈંટો વરસાવી. આ બધું સ્થાનિક પોલીસની હાજરીમાં થઈ રહ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓ મૂકદર્શક બની રહ્યા. તેમણે રાજીવને બચાવવા અથવા હુમલો રોકવા માટે કંઈ કર્યું નહીં. 1984માં 3 આતંકવાદી સંગઠનો તરફથી ખતરો હતો, 1990 સુધીમાં ઘણા વધુ સંગઠનો સામે આવ્યા સોનિયા લખે છે કે 1984માં વડાપ્રધાન બન્યા ત્યારે રાજીવ ગાંધીને ત્રણ આતંકવાદી સંગઠનો તરફથી ખતરો હતો. 1990 સુધીમાં આવા ઘણા વધુ ઉગ્રવાદી સંગઠનો સામે આવી ચૂક્યા હતા, જેના નિશાના પર રાજીવ સૌથી પ્રમુખ વ્યક્તિ હતા. અધિકારીઓને પણ આ ખતરાઓની જાણકારી હતી. સોનિયાના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં યોજાયેલી એક સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજીવને મળતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની સુરક્ષા ચાલુ રહેશે. ખતરાનું નવેસરથી મૂલ્યાંકન કર્યા બાદ તેની જરૂરિયાત ન જણાય ત્યારે જ તેમાં ફેરફાર કરવામાં આવશે. પરંતુ વી.પી. સિંહ સરકારે બીજા જ મહિને SPGની સુરક્ષા હટાવી દીધી. રાજીવની નજીકની સુરક્ષા માટે ખાસ ટ્રેનિંગ પામેલા સુરક્ષા દળની જગ્યાએ સ્થાનિક પોલીસને તૈનાત કરી દેવામાં આવી. વી.પી. સિંહ અને ચંદ્રશેખર પાસે સુરક્ષા વધારવાની માગ કરી હતી સોનિયા લખે છે કે કોંગ્રેસ પાર્ટીએ વી.પી. સિંહ અને ચંદ્રશેખર, બંને વડાપ્રધાનો પાસે રાજીવની સુરક્ષા વધારવાની માગ કરી હતી, પરંતુ તેને અવગણવામાં આવી. રાજીવ જ્યારે પણ કોઈ પ્રવાસે જતા, ત્યારે તેમની સાથે માત્ર એક ખાનગી સુરક્ષાકર્મી (PSO) રહેતો હતો. તે પણ એક પોલીસકર્મી હતો. બાદમાં વારાફરતી બે પોલીસકર્મીઓ તેમની સાથે રહેવા લાગ્યા. તેમની પાસે માત્ર એક પિસ્તોલ હતી. સોનિયાના જણાવ્યા મુજબ, દેશના કોઈપણ રાજ્યની પોલીસને કોઈ મોટા રાજકીય નેતાને સુરક્ષા આપવા માટે ન તો ખાસ તાલીમ આપવામાં આવી હતી અને ન તો જરૂરી સંસાધનો ઉપલબ્ધ હતા. તેઓ લખે છે કે જો રાજીવના વિરોધીઓએ વિચાર્યું હતું કે સુરક્ષા ઘટાડીને તેઓ તેમને દબાવી શકશે, તો તેઓ ખોટા હતા. જોકે, સોનિયા અને પ્રિયંકા હંમેશાં તેમની સુરક્ષાને લઈને ચિંતિત રહેતાં હતાં. રાજીવ કોઈ પ્રવાસેથી સુરક્ષિત રીતે ઘરે પરત ન આવે ત્યાં સુધી બંનેને શાંતિ મળતી નહોતી. દિલ્હીના બુક સ્ટોર્સની 2 તસવીરો, જ્યાં સોનિયાનું પુસ્તક વેચાણ માટે રાખવામાં આવ્યું છે… ‘બિલોન્ગિંગ..’ વિશે સોનિયાએ શું કહ્યું છે… સોનિયા ગાંધીએ પુસ્તકની શરૂઆતમાં જણાવ્યું છે કે તેમણે પોતાની જિંદગીની કહાની લખવાનો નિર્ણય શા માટે લીધો. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પુસ્તક નથી, પરંતુ તેમની અંગત જિંદગી અને પરિવારની કહાની છે. તેઓ પોતાના પરિવારને એ જ સ્વરૂપમાં રજૂ કરવા માગતી હતી, જે રીતે તેમણે તેને જાણ્યો અને પ્રેમ કર્યો. પરિવારના સભ્યો વિશે ઘણું લખાયું છે, પરંતુ તેમના સ્વભાવ, સંઘર્ષ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ઓછો થયો છે. સોનિયા લખે છે કે તેમણે પોતાની મોટાભાગની જિંદગી પોતાની અંગત દુનિયાને લોકોથી દૂર રાખી. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા બાદના દુઃખે તેમને રાજકારણમાં લાવી દીધા, પરંતુ તેમણે પોતાની અંગત જિંદગીને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. પોતાના જીવન વિશે ખુલ્લેઆમ લખવું તેમને લગભગ અશક્ય લાગતું હતું. હવે જાહેર જીવનની દોડધામથી દૂર રહીને તેમને પોતાની કહાની તરફ પાછળ વળીને જોવાનો મોકો મળ્યો છે. તેઓ ભારતમાં વિતાવેલા પાંચ દાયકાથી વધુ સમયના અનુભવો પણ શેર કરવા માગતી હતી. તેમણે લખ્યું કે આ દરમિયાન તેમણે દેશને બદલાતો જોયો. શરૂઆતમાં તેઓ આ પરિવર્તનને દૂરથી જોઈ રહી હતી, પરંતુ બાદમાં પોતે તેનો હિસ્સો બની ગઈ. આ પુસ્તક એ સફર અને તે દેશની કહાની છે, જેને તેમણે પોતાનું ઘર માન્યું. ------------------------ સોનિયા ગાંધીના પુસ્તક સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… સોનિયા ગાંધીનું પુસ્તક લોન્ચ, કોઈપણ ઈવેન્ટ વગર દુકાનોમાં વેચાણ શરૂ:કવર પર રાજીવે ક્લિક કરેલો ફોટો; 7 ચેપ્ટરમાં પ્રેમ-લગ્ન અને PM પદ ઠુકરાવવાની કહાની સોનિયાના પુસ્તકમાં દેખાયા કેટલાય અનસીન PHOTOs!:રાજીવ-સોનિયાના માતા-પિતા, બાળપણ, પ્રેમ અને લગ્નની તસવીરો; રાજીવે ક્લિક કરેલો ફોટો કવર પર 'ભારતને લઈને મોદી અને મારી વિચારસરણી અલગ છે':સોનિયા ગાંધીએ કહ્યું- રાહુલ અને પ્રિયંકા પણ નહોતા ઇચ્છતા કે હું વડાપ્રધાન બનું
    Click here to Read More
    Previous Article
    રણવીર સિંહના નાનાનું નિધન:96 વર્ષની ઉંમરે દિવાળીની પૂજા દરમિયાન લીધા અંતિમ શ્વાસ; અનિલ કપૂરના ભાઈને બાળપણમાં ઈન્જેક્શન આપ્યા હતા
    Next Article
    એર ઇન્ડિયાની કોલકાતા-મુંબઈ ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી:ઉડાન પહેલાં ટોયલેટમાં નોટ મળી, લખ્યું હતું- 11.10 વાગ્યે પ્લેન હાઇજેક કરી લઈશું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment