Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાની કોલકાતા-મુંબઈ ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી:ઉડાન પહેલાં ટોયલેટમાં નોટ મળી, લખ્યું હતું- 11.10 વાગ્યે પ્લેન હાઇજેક કરી લઈશું

    10 hours ago

    એર ઈન્ડિયાની કોલકાતા-મુંબઈ ફ્લાઇટને બુધવારે સવારે હાઇજેક કરવાની ધમકી મળી. વિમાનના ટોયલેટમાં મળી આવેલી એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે સવારે 11:10 વાગ્યે પ્લેન હાઇજેક કરી લેવામાં આવશે. ચીઠ્ઠી મળતા જ ક્રૂએ પાઇલટને તેની જાણ કરી. પાઇલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને એલર્ટ કર્યું. આ પછી વિમાનને કોલકાતા એરપોર્ટના આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. અહીં સુરક્ષા એજન્સીઓએ વિમાનની તપાસ શરૂ કરી. વિમાનમાં તે સમયે 93 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. એર ઈન્ડિયાનું એરબસ A320neo કોલકાતાથી મુંબઈ જવા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું. આ દરમિયાન ક્રૂ મેમ્બરને ટોયલેટમાં આ ધમકીભરી ચીઠ્ઠી મળી. હાલમાં એરપોર્ટ પ્રશાસન તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પ્લેન વિસ્તારાની લિવરી સાથે ઓપરેટ કરી રહ્યું હતું. પ્લેન હાઇજેકની ધમકી અને પ્રયાસની છેલ્લી 3 ઘટનાઓ… 7 નવેમ્બર: બેંગલુરુથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટને હાઇજેકની ધમકી બેંગલુરુથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E-451ને શનિવારે હાઇજેકની ધમકી મળી હતી. ક્રૂ સભ્યોએ ફ્લાઇટના ટોયલેટમાં ધમકીભરી ચિઠ્ઠી જોઈ હતી. જેના બાદ પાઇલટ વિમાનને પાછું બેંગલુરુ લઈ આવ્યો. બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો… 13 ઑક્ટોબર: એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી હાઇજેક એલર્ટ મળ્યું, પાઇલટે ઇનકાર કર્યો ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું 13 ઑક્ટોબરની સવારે જયપુરમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ફ્લાઇટમાંથી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેકનો સિગ્નલ મળ્યું હતું. વિમાન લગભગ 45 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં પાઇલટની ભૂલને કારણે એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જોકે, પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે- મારી કોઈ ભૂલ નથી. 30 સપ્ટેમ્બર: ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટના પાઇલટ પર હુમલો, હાઇજેકનો પ્રયાસ દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ઉડાન દરમિયાન ઓમાનના કો-પાઇલટે કૉકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કર્યો હતો. હુમલામાં કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું. તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ક્રૂ સભ્યો અને મુસાફરોએ મળીને હુમલાખોરને કાબૂમાં લીધો.
    Click here to Read More
    Previous Article
    'જો સુરક્ષા નહીં વધારાય તો તેમના અંતિમ સંસ્કારમાં આવવું પડશે':સોનિયા ગાંધીએ લખ્યું- રાહુલને પિતાની હત્યાની આશંકા હતી; અગાઉ સુરક્ષામાં થયેલી ચૂકથી આશ્ચર્યચકિત થયા હતા
    Next Article
    સુરતના કતારગામમાં મોટી દુર્ઘટના ટળી:ધારા આર્કેડમાં લિફ્ટ અચાનક બંધ પડી, 12 લોકો અંદર ફસાયા; ડભોલી ફાયર ટીમે 20 મિનિટમાં તમામને સહીસલામત બહાર કાઢ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment