Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ:રાણકી વાવ. કાલિકા માતાજીના દર્શનાર્થીઓનો ભારે ઘસારો; એ ડિવિઝન પોલીસ અને સ્વયંસેવકોએ ટ્રાફિક હળવો કર્યો

    6 hours ago

    પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર નજીક આવેલા 5 રસ્તા સર્કલ પર નવા વર્ષ નિમિત્તે કાલિકા માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો, રાણકી વાવ નિહાળવા આવેલા પર્યટકો અને સ્થાનિક નાગરિકોના વાહનોના ભારે ઘસારાને કારણે સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પાટણ એ ડિવિઝન પોલીસ તેમજ સ્થાનિક સ્વયંસેવકોએ ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી. પાટણ શહેરમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરવા તેમજ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક વિરાસત રાણકી વાવની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ ધસારાના પરિણામે રંગીલા હનુમાન મંદિર નજીક આવેલા મુખ્ય 5 રસ્તા જંકશન પર સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ચાર પૈડાં અને બે પૈડાં વાહનોની અવરજવર એકાએક વધી જવાથી આ સર્કલ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામી હતી. આ ટ્રાફિક જામની સ્થિતિને પગલે રાહદારીઓ તેમજ વાહનચાલકો કલાકો સુધી રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકને થાળે પાડવા માટે પાટણ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ જવાનોની સાથે સ્થાનિક સ્વયંસેવકો પણ વ્યવસ્થા જાળવવામાં જોડાયા હતા અને વાહનોને ક્રમબદ્ધ આગળ ધપાવી માર્ગ ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અવારનવાર સર્જાતી આ સમસ્યાને લીધે તહેવારના દિવસે મુસાફરી કરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી:દિવાળીની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે વ્હાલસોયીને કાયમ માટે શાંત કરી દીધી, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર
    Next Article
    AQI લેવલ ઊંચું રહેતા સ્વાસ્થ્યને લગતી તકેદારી અનિવાર્ય:ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે AQI લેવલ 900ને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment