Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી:દિવાળીની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે વ્હાલસોયીને કાયમ માટે શાંત કરી દીધી, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર

    7 hours ago

    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતા કૌશલકુમાર પટેલે દિવાળીની રાત્રે દુપટ્ટા વડે એકની એક દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. એક વર્ષથી ચાલતા પ્રેમસંબંધનો પિતા વિરોધ કરતા હતા પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક સાન્યા પટેલને મેતપુર ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. અંદાજે એક વર્ષથી બંને વચ્ચે સંબંધ હોવાની જાણ તેના પિતા કૌશલકુમારને થઈ હતી. આ બાબતે પિતા અવારનવાર પુત્રીને સમજાવીને સંબંધ તોડી નાખવા કહેતા હતા. જોકે, સાન્યા પિતાની વાત માનતી નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતને લઈને પિતાના મનમાં રોષ હતો. દિવાળીની રાત્રે રસોડામાં ગળું દબાવી હત્યા કરી ગત 8 નવેમ્બરે દિવાળીના તહેવારની રાત્રે પરિવારના સભ્યો એકસાથે બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા. મોડી રાત્રે ઘરના અન્ય સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે સવા ત્રણ વાગ્યાના અરસામાં પિતા કૌશલકુમારે રસોડામાં પુત્રી સાન્યા સાથે તેના પ્રેમસંબંધ બાબતે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન આવેશમાં આવીને પિતાએ સાન્યાને કહ્યું હતું કે, 'હું તારું ગળું દબાવી દઉં તો શું થાય?' સાન્યાએ શરૂઆતમાં આ વાતને મજાક સમજીને જવાબ આપ્યો હતો. જોકે, ત્યારબાદ પિતાએ તેના જ દુપટ્ટાથી ગળું દબાવવાનું શરૂ કર્યું હતું. વધુ જોરથી ગળું દબાવતાં સાન્યા જમીન પર ઢળી પડી હતી અને તેના મોઢામાંથી લોહી નીકળ્યું હતું. આ રીતે પિતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો પુત્રીનું મોત થયા બાદ આરોપી પિતાએ સમગ્ર ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો અને સગાંસંબંધીઓને ગેરમાર્ગે દોર્યા બાદ સાન્યાના મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોને મૃત્યુની સ્થિતિ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું ખુલ્યું ત્યારબાદ મૃતદેહને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાન્યાનું મૃત્યુ 'Ligature Strangulation' એટલે કે ગળામાં દબાણ આવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટના આધારે પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. કડક પૂછપરછમાં પિતાએ ગુનો કબૂલ્યો પોલીસે તપાસ દરમિયાન મૃતકના પિતા કૌશલ રમણલાલ પટેલની કડક પૂછપરછ કરતાં તેમણે પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે PSI રાજેશભાઈ ભીખાભાઈ વાઘેલાની સમક્ષ આરોપી પિતા વિરુદ્ધ BNSની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. PI પી.જે. બાંટવાના જણાવ્યા અનુસાર, મેતપુરના સહજાનંદ ફળિયામાં રહેતા આરોપી કૌશલકુમાર રમણલાલ પટેલની અટકાયત કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રેમસંબંધના વિરોધમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી હોવાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ચીની સુંદરીના ચક્કરમાં Nvidiaના CEOને મોટો ફટકો:પત્ની સાથે દગો કરનાર જેન્સેન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનું ગાબડું, ફોર્બ્સ લિસ્ટમાં 10મા ક્રમે પટકાયા
    Next Article
    પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ:રાણકી વાવ. કાલિકા માતાજીના દર્શનાર્થીઓનો ભારે ઘસારો; એ ડિવિઝન પોલીસ અને સ્વયંસેવકોએ ટ્રાફિક હળવો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment