Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીની સુંદરીના ચક્કરમાં Nvidiaના CEOને મોટો ફટકો:પત્ની સાથે દગો કરનાર જેન્સેન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનું ગાબડું, ફોર્બ્સ લિસ્ટમાં 10મા ક્રમે પટકાયા

    6 hours ago

    ચીની મહિલા સાથે અફેરના અહેવાલો બાદ જેન્સન હુઆંગ ફોર્બ્સની યાદીમાં એક સ્થાન નીચે સરકીને 10મા ક્રમે પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 6.80 બિલિયન ડૉલર ઘટીને 155.4 બિલિયન ડૉલર થઈ ગઈ છે. ભારતીય રૂપિયામાં આ રકમ ₹63 હજાર કરોડ ઘટીને ₹14.32 લાખ કરોડ થઈ ગઈ છે. હુઆંગની નેટવર્થમાં આ ઘટાડો કંપનીના શેરોમાં થયેલા વેચવાલી દબાણને કારણે થયો છે. શેર 7.97 ડૉલર એટલે કે 4.27%ના ઘટાડા સાથે 178.67 ડૉલર પર બંધ થયો છે. કારોબાર દરમિયાન તેમાં 8%થી વધુનો ઘટાડો નોંધાયો અને તે લગભગ 170 ડૉલર સુધી આવી ગયો હતો. જોકે બાદમાં તેમાં રિકવરી જોવા મળી હતી. જેન્સન હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો એનવિડિયામાં તેમની હિસ્સેદારી સાથે જોડાયેલો છે. હુઆંગ પાસે એનવિડિયાના 3.5%થી વધુ શેર છે. તેઓ કંપનીના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે. ચીની મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હોવાનો આરોપ જેન્સન સાથે સંબંધોની ચર્ચામાં આવેલી મહિલાનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તે ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરતી હતી. જેન્સન હુઆંગે પણ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહી શક્યા નહોતા. જેન્સન હુઆંગે લખ્યું—મારાથી ભૂલ થઈ, હું લજ્જિત છું જેન્સન હુઆંગે રવિવારે એનવિડિયાના તમામ કર્મચારીઓને એક આંતરિક સંદેશ મોકલ્યો. તેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા નહોતા. હુઆંગે લખ્યું… "મારા આ પગલાથી મારી પત્ની અને બાળકોને ઊંડો આઘાત લાગ્યો છે. મને તેનો અફસોસ છે. તમારી સૌની વિશ્વસનીયતા જાળવી રાખવાની મારી જવાબદારી હતી, પરંતુ હું તેમાં નિષ્ફળ રહ્યો." જોકે, પોતાના આ સંદેશમાં તેમણે એલિસ હુઆંગનું નામ લીધું નહોતું. ટીવી રિપોર્ટરમાંથી કોર્પોરેટ જગતમાં આવી એલિસ હુઆંગ એલિસ હુઆંગ ચીનની નાગરિક છે. તેઓ સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર કામ કરી ચૂક્યાં છે. અહેવાલો અનુસાર, એલિસ ટેક અને ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશતા પહેલાં ટીવી રિપોર્ટર હતાં. તેમના અંગત જીવન વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી. એલિસ અને જેન્સેન હુઆંગ ક્યારે-ક્યારે સાથે જોવા મળ્યાં AI ચિપ્સનો ઓર્ડર આપીને હુઆંગ સાથે વધારી નિકટતા સિંગાપોર સ્થિત મેગાસ્પીડ કંપનીએ 2024 પછીથી એનવિડિયા પાસેથી આશરે 4.8 અબજ ડૉલર એટલે કે લગભગ 45 હજાર કરોડ રૂપિયાના અદ્યતન AI પ્રોસેસર્સ અને ચિપ્સ ખરીદ્યા. મેગાસ્પીડ દક્ષિણ-પૂર્વ એશિયામાં એનવિડિયાના સૌથી મોટા ગ્રાહકોમાંની એક બની ગઈ. આ દરમિયાન એલિસે ટેક કૉન્ફરન્સ અને ખાનગી ડિનર દ્વારા હુઆંગ સાથે નજીકનો સંપર્ક જાળવી રાખ્યો. અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ એલિસને એક વર્ષ સુધી ટ્રૅક કરી અને જાણવા મળ્યું કે તેઓ હુઆંગ સાથે જોડાયેલી માહિતી અને એનવિડિયાની આંતરિક વ્યૂહરચનાઓ બેઇજિંગ સુધી પહોંચાડી રહ્યા હતા. મેગાસ્પીડે ચીની કંપનીઓને AI ચિપ્સની ઍક્સેસ આપી અહેવાલ અનુસાર, આ સમગ્ર જાસૂસી પાછળ ચીનનો મુખ્ય હેતુ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં એનવિડિયાની શક્તિશાળી AI ચિપ્સ સુધી પોતાની પહોંચ જાળવી રાખવાનો હતો. આક્ષેપ છે કે મેગાસ્પીડે ડેટા સેન્ટર બનાવીને અલીબાબા જેવી ચીની કંપનીઓને કમ્પ્યુટિંગ પાવર ભાડે આપી. તેના કારણે ચીની કંપનીઓ અમેરિકન પ્રતિબંધો હોવા છતાં આ અદ્યતન ચિપ્સનો ઉપયોગ કરી શકી. આ ઉપરાંત, તેમના સંબંધો ચીનની સૈન્ય ટેક્નોલોજી સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી, હુઆંગ CEO તરીકે યથાવત્ રહેશે એનવિડિયાના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે, જેથી એ જાણી શકાય કે કંપનીની કોઈ સંવેદનશીલ અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક તો થઈ નથી ને. હાલમાં બોર્ડને એવો કોઈ પુરાવો મળ્યો નથી કે કંપનીનો ગુપ્ત ડેટા જોખમમાં મૂકાયો હોય. બોર્ડે જણાવ્યું છે કે જેન્સન હુઆંગ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને CEO પદે યથાવત્ રહેશે. 80 અબજ ડૉલરના સંભવિત છૂટાછેડાના સમાધાન અંગે ચર્ચા જેન્સન હુઆંગ અને તેમની પત્ની લોરીના સંભવિત છૂટાછેડાની નાણાકીય અસરને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, બંને તરફથી કોઈ અરજી દાખલ કરવામાં આવી નથી. જેન્સન અને લોરીની મુલાકાત ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. તેમના લગ્ન 1985માં થયા હતા. લગ્નના 8 વર્ષ બાદ, 1993માં જેન્સન હુઆંગે એનવિડિયાની સ્થાપના કરી હતી. કેલિફોર્નિયાના 'કમ્યુનિટી પ્રોપર્ટી' કાયદા અનુસાર, લગ્ન દરમિયાન હસ્તગત કરવામાં આવેલી તમામ સંપત્તિ છૂટાછેડાની સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે સમાન રીતે 50-50 વહેંચવામાં આવે છે. જો જેન્સન હુઆંગના છૂટાછેડા થાય, તો તેમની આશરે 160 બિલિયન ડોલરની અંદાજિત કુલ સંપત્તિમાંથી લોરી હુઆંગને લગભગ 80 બિલિયન ડોલર મળી શકે છે. બેઝોસના છૂટાછેડા કરતાં બમણું મોટું હોઈ શકે છે સંભવિત સેટલમેન્ટ જો 80 બિલિયન ડૉલરનું આ સંભવિત સમાધાન થાય છે, તો તે દુનિયાનું સૌથી મોંઘું છૂટાછેડાનું સમાધાન હશે. તે 2019માં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેકેન્ઝી સ્કોટ વચ્ચે થયેલા છૂટાછેડાના સમાધાન કરતાં બમણાથી પણ વધુ હશે. બેઝોસના છૂટાછેડા સમયે મેકેન્ઝી સ્કોટને લગભગ 35 બિલિયન ડૉલર મૂલ્યના શેર મળ્યા હતા. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ માત્ર એક કાલ્પનિક ગણતરી છે.
    Click here to Read More
    Previous Article
    In a first, US set to stay away from UN review of its human rights record
    Next Article
    દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી:દિવાળીની રાત્રે ફટાકડાના અવાજ વચ્ચે વ્હાલસોયીને કાયમ માટે શાંત કરી દીધી, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment