Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AQI લેવલ ઊંચું રહેતા સ્વાસ્થ્યને લગતી તકેદારી અનિવાર્ય:ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે AQI લેવલ 900ને પાર

    17 hours ago

    ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજી સાથે મોડીરાત સુધી ફટાકડા ફૂટ્યા હતા. ફટાકડાના કારણે વાતાવરણમાં પ્રસરેલા ધૂમાડાને કારણે ભાવનગર શહેરમાં હવામાનમાં ભારે અસર જોવા મળી હતી. દિવાળીની સાંજથી ભાવનગર શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)નો ગ્રાફ સતત ઊંચો નોંધાયો હતો ત્યારે શહેરમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ એર ક્વોલિટી ઈન્ડેક્સનું લેવલ 900ને પર કરી 941 સુધી પહોંચી ગયું હતું. શહેરના ફૂટતા ફટાકડાથી જુદા-જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનું લેવલ 800થી લઈને 900થી ઉપર જતા સર્વાધિકસ્તરે 941 સુઘી નોંધાયું હતું. ખરાબ હવામાન બાબતે એર ક્વોલિટી ઈન્ડેક્સની કુલ 6 શ્રેણીઓમાં સૌથી છેલ્લી શ્રેણીમાં 401થી 500 સુધીનું લેવલને ગંભીર માનવામાં આવે છે. જેમાં ખુબ જ ખરાબ સ્તરે બગડેલા હવામાનથી સ્વસ્થ લોકોને પણ અસરગ્રસ્ત બની શકે છે, તેમજ અગાઉથી બીમારી ધરાવતા લોકો પર પણ ગંભીર અસર કરે છે. ભાવનગર ક્રિટિકલ કેર સોસાયટીના સ્થાપક ડો.દર્શન શુક્લાએ એર ક્વોલિટી ઈન્ડેક્સનું લેવલ ઊંચું જાય ત્યારે ખાસ કરીને શ્વસન તંત્રને લગતા રોગથી પીડાતા લોકોએ ખાસ તકેદારી રાખવી ખુબ જરૂરી છે. ખાસ કરીને સવારના સમયે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરી રાખવું જોઈએ. શક્ય હોય તો વહેલી સવારથી 8:30 વાગ્યા સુધીના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ તેમ વાતચીતમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણના પાંચ રસ્તા સર્કલ પર ટ્રાફિક જામ:રાણકી વાવ. કાલિકા માતાજીના દર્શનાર્થીઓનો ભારે ઘસારો; એ ડિવિઝન પોલીસ અને સ્વયંસેવકોએ ટ્રાફિક હળવો કર્યો
    Next Article
    દિવાળીની રાત્રે સર ટી.નો તત્કાલ વિભાગ વ્યસ્ત રહ્યો:ભાવનગરમાં ફટાકડા ફોડતા 6 બાળકો સહિત 24 દાઝ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment