Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાત્રે સર ટી.નો તત્કાલ વિભાગ વ્યસ્ત રહ્યો:ભાવનગરમાં ફટાકડા ફોડતા 6 બાળકો સહિત 24 દાઝ્યા

    18 hours ago

    ભાવનગર શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન સામાન્ય રીતે અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવારો દરમિયાન સર.ટી. હોસ્પિટલમાં 24 કલાક ઇમર્જન્સી અને બર્ન્સ વોર્ડ ચાલુ રાખવા નર્સિંગ સહિતના સ્ટાફમાં વધારો કરવામાં આવતો હોય છે. ભાવનગર શહેરમાં ગઈકાલે સોમવારે દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા 6 બાળકો, 15 પુરુષ અને 3 મહિલા સહિત 24 લોકો દાઝતા સર.ટી. હોસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં ગઈકાલે તા.8મી નવેમ્બરને રવિવારે દિવાળીના પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં નગરજનોએ ફટાકડા ફોડી આતશબાજી સાથે દિવાળીના પર્વ ઉજવ્યું હતું ત્યારે દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા દાઝી જવાની ઘટનાઓ પણ બની હતી. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ગઈકાલે કુલ 320 દર્દીઓ સારવાર્થે આવ્યા હતા. જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફટાકડા ફોડતા દાઝી જવાના કિસ્સામાં 24 કેસમાં સર ટી. હોસ્પિટલના તત્કાલ સારવાર વિભાગમાં સારવાર કરાઈ હતી. દિવાળીની રાત્રે જુદા-જુદા વિસ્તારોમાં ફટાકડા ફોડતા દાઝી જવાની ઘટના બની હતી. જોકે દિવાળીને અનુલક્ષીને સર ટી. હોસ્પિટલના તત્કાલ સારવાર વિભાગમાં ખાસ ફરજ માટે તૈનાત કરાયેલા તજજ્ઞો, મેડિકલ ઓફિસરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દાઝેલા 24 લોકોની સારવાર કરવામાં આવી હતી. દિવાળીની રાત્રે ભાવનગર સર.ટી. હોસ્પિટલના તત્કાલ સારવાર વિભાગમાં આ વખતેની જેમ ગત વર્ષે પણ દાઝી જવાને લગતા 23 કેસોની સારવાર કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    AQI લેવલ ઊંચું રહેતા સ્વાસ્થ્યને લગતી તકેદારી અનિવાર્ય:ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે AQI લેવલ 900ને પાર
    Next Article
    સિટી એન્કર:રજવાડા સમયે તહેવારોમાં સીંગતેલની અછત ન સર્જાય તે માટે 50% જથ્થો ભાવનગરની પ્રજા માટે અનામત રખાતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment