Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂલગ્રામમાં રૂપિયા 50 લાખના વિકાસ કાર્યો મંજૂર:ગ્રામજનોએ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો આભાર માન્યો

    7 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામમાં સુવિધાપંથ યોજના હેઠળ આશરે 50 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. ગામના મુખ્ય માર્ગના કાયમી નિરાકરણ સહિતના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી મળતા ગ્રામજનોએ વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડક જગદીશભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિકાસ કાર્યોમાં શિવ મંદિરથી પ્રાથમિક શાળા અને રામદેવપીર મંદિર તરફ જતા તેમજ નેશનલ હાઇવે ચોકડીને જોડતા મુખ્ય માર્ગનો કાયમી ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. આ માર્ગ અન્ય ગામોને પણ જોડતો હોવાથી તેનું મહત્વ વધુ છે. મળતી માહિતી મુજબ, ફૂલગ્રામ ગામના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ પ્રભુભાઈ ભડાણીયાએ ગામના આગેવાનો સાથે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આ રજૂઆતને ગંભીરતાથી લીધી હતી. તેમણે સંબંધિત માર્ગ અને વિકાસ વિભાગની એજન્સીઓ પાસેથી વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ગ્રામજનો સાથે ચર્ચા કરીને વિકાસ કાર્યો માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી. ત્યારબાદ, આ માર્ગના કાયમી ઉકેલ માટેના કામને ટોચની પ્રાથમિકતા આપીને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જી. ભુસડિયા તથા વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયાએ પણ જરૂરી સહયોગ આપ્યો હતો. વિકાસ કાર્યોને મંજૂરી મળતાં પૂર્વ તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ પ્રભુભાઈ ભડાણીયા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો—ખુમાનસંગભા દરબાર, મનસુખભાઈ મેમકીયા, અશ્વિનભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ મિસ્ત્રી, પરસોતમભાઈ નાકિયા, કરમશીભાઈ વનાણી, જીવણભાઈ ડાબારા, મુન્નાભાઈ જીડીયા, દલસુખભાઈ ઘાઘરેટીયા, ઘુઘાભાઈ ચૌહાણ, આત્મારામભાઈ પટેલ, વી.સી. વ્યાસ, શંકરભાઈ, શૈલેષભાઈ વેગડા, ગણપતભાઈ રબારી સહિત સર્વ ગ્રામજનોએ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સહયોગી આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Jharkhand paper leak protest: Student leader says hunger strike still on, no stepping back
    Next Article
    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, ઉત્પાદન-વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન પર રોક લગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment