Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, ઉત્પાદન-વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન પર રોક લગાવી

    9 hours ago

    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી લેવામાં આવેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતા સરકારે તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ઉત્પાદન અને વેચાણ પર રોક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા ધારા-ધોરણ વગરના એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ તથા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. પનીર જેવા દેખાતા પરંતુ વાસ્તવમાં દૂધમાંથી ન બનેલા આ ઉત્પાદનોથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થતી હતી અને અસલી ડેરી ઉત્પાદકોને પણ આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ પ્રતિબંધ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપર માર્કેટ કે વેપારી એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર અસલી પનીર વાપરવા સૂચના રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમોનુસારનું અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે. સરકારની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો તેમજ પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ફૂલગ્રામમાં રૂપિયા 50 લાખના વિકાસ કાર્યો મંજૂર:ગ્રામજનોએ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો આભાર માન્યો
    Next Article
    લીંબડીમાં લોખંડ ચોરીના ત્રણ આરોપી ઝડપાયા:ચોરણીયા ગામની સીમમાંથી ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment