Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીમાં લોખંડ ચોરીના ત્રણ આરોપી ઝડપાયા:ચોરણીયા ગામની સીમમાંથી ₹1.31 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ પર નજર રાખવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચના હેઠળ લીંબડી પોલીસે મોટી સફળતા મેળવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણીયા ગામની સીમમાંથી પોલીસે લોખંડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આશરે 1300 કિલોગ્રામ વજનની લોખંડની નાની-મોટી 80 નંગ પ્લેટો (કિંમત અંદાજે ₹1,30,000). બે મોબાઈલ ફોન (કિંમત અંદાજે ₹1 હજાર). કુલ મુદ્દામાલ: ₹1,31,000 પકડાયેલા આરોપીઓ ફરાર આરોપીઓ મોઈન મેહબુબભાઈ શેખ અને મકસૂદભાઈ ઉર્ફે વંગડી સુબામીયા દીવાન (બંને રહે. ધોળકા). પોલીસ દ્વારા તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સંજયભાઈ સવજીભાઈ ઠાકોર: અગાઉ ધોળકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ બે ગુના તેમજ પાણસીણા અને લીંબડી પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રાણી ક્રૂરતા અધિનિયમ અને અન્ય કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. અબ્દુલકાદરશા ભીખુશા દીવાન: અગાઉ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં તેમજ ધોળકા પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી અને જુગાર ધારા હેઠળ અગાઉના ગુના નોંધાયેલા છે. કાર્યવાઈ કરનાર પોલીસ ટીમ આ સફળ કામગીરી LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તથા સ્ટાફના ASI લક્ષ્મણસિંહ ઝાલા, HC ગોપાલસિંહ ઝાલા, PC અશ્વિનભાઈ માથુકીયા, PC ગીરીરાજસિંહ જાડેજા, PC મેહુલભાઈ મકવાણા અને SLHC પ્રદ્યુમનસિંહ પરમાર દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, ઉત્પાદન-વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન પર રોક લગાવી
    Next Article
    રાજકોટમાં પુત્રના હાથે પિતાની હત્યા:દારૂ પી માતા સાથે મારકૂટ કરતા પિતાને પુત્રે ગળેટૂંપો આપી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment