Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ:વલસાડ જિલ્લામાં કર્મયોગી બસનું બાષ્પીભવન, કામદારો રોડના ત્રિભેટે બાઈક પાર્ક કરી વાન પકડે છે

    12 hours ago

    કોરોના હળવો થયા બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકારે 2022માં નોકરિયાતો માટે કર્મયોગી બસનો પ્રારંભ કર્યો હતો પરંતું તેને સમયાંતર બંધ કરી દેવાતા અસ્તિત્વ રહ્યું નથી.બંધ થયેલી કર્મયોગી બસ સેવા ફરીથી શરૂ કરવા પ્રબળ માગ ઉઠી છે. 2022માં વલસાડ,ખેરગામ,વાપી કામે જનારા કામદારો માટે કર્મયોગી બસના આયોજને સુવિધાની આશા જગાવી હતી. કોરોનાકાળમાં અનેક પરિવર્તનો થયા, અનેક ટ્રેનો બંધ થઈ એસટી સેવા ઘટી અને વાન સેવાઓ શરૂ થઇ ગઇ હતી.નોકરિયાતો માટે બસના અભાવે ઇકો વાનમાં કામદારોની હેરાફેરી શરૂ થઇ. કોરોના વખતે તત્કાલિન વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે સપ્ટેમ્બર 2022માં વલસાડમાં અદ્યતન સેન્ટ્રલ એસટી સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની સાથે ખેરગામ સહિત વાપી જનારા ઔદ્યોગિક કામદારો માટે વિવિધ સ્થળેથી અમુક કર્મયોગી બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે કામદારો માટે ખુબ આવકારદાયક હતું. બીજી તરફ મેમુ શટલ જેવી ટ્રેનો પણ બંધ થતા પેટનો ખાડો પુરવા માટે કામ ધંધે તો જવું જ પડે જેથી ઘણાએ અંગત વાહનોમાં જોખમખેડી જવા લાગ્યા પણ હાઇવે જોખમી બનતા તેઓએ વાનનો વિકલ્પ શરૂ થયો અને આજે દ. ગુ.ના ઔદ્યોગિક વિસ્તારોમાં હજારો ઈકોવાન ગાડી દોડી રહી હોવાનું કહેવાય છે. નક્કર આયોજનનો અભાવ,કર્મયોગી બસ ચૂપકેથી બંધ થઇ કોરોનામાં કંપનીઓના કામ કરતાં કામદારો માટે રાજ્ય સરકારે કર્મયોગી બસોનો શુભારંભ કર્યો હતો.જો કે જીઆઇડીસીઓ કે જે તે કંપનીઓમાં દૈનિક મુસાફરી કરતા કામદારોની માહિતીનો અભાવ અને કામદારોને અનુકૂળ સમયની બસ સેવા માટે સુવ્યવસ્થિત આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. કંપનીઓમાંથી કેટલા કર્મચારીઓ દૈનિક આવજા કરે છે,કયારે કેટલા સમયની શિફ્ટ હોય છે,કેટલા વાગે બસ સેવા પુરી પાડવી જેવા વિવિધ પાસાંનો અભાવ પણ હતો. બસોનો શિડ્યુલ કામદારોના સમય સાથે મેળ નહિ ખાતા કર્મયોગી બસો ખાલી ખાલી દોડતાં તેનું બાળ મરણ થયું હતું. કામદારો ચોકડી,ત્રણ રસ્તે બાઇક પાર્ક કરી વાનમાં જાય છે જિલ્લામાં ગામડે ગામડેથી કામદારો માટે શરૂ કરાયેલી કર્મયોગી બસો બંધ થઇ ગઇ જેના કારણે અપડાઉન કરનારા કામદારોને બીજા વિકલ્પો શોધવા પડ્યા. ઓદ્યોગિક એકમોમાં નોકરી માટે ઇકો વાનમાં આવજા કરે છે.કામદારો ગામેથી પોતાના ઘરથી અંગત વાહન લઈને ગામડાના જોડાણ રસ્તે કે હાઇવે ચોકડીના ઓવરબ્રીજો નીચે પોતાના અંગત વાહનો પાર્ક કરીને ઇકોમાં આગળની મુસાફરી- આવજાવ કરે છે. > વિનોદભાઇ મિસ્ત્રી,સામાજીકકાર્યકર પૂન: મૂલ્યાંકન થાય, કામદારો માટે‎રાહત પાસ યોજના જરૂરી‎ જાહેર પરિવહન નિગમ એસ.ટી અને રાજ્ય સરકારે આવા‎જોખમી પ્રવાસ ખેડનારાઓ માટે જે તે કંપની ખાતે નોંધણી મોજણી‎કરાવી જરૂરિયાતમંદ મુસાફરોને 15 દિવસમાં 30 દિવસની(‎મહિનામાં ચાર રજા હોય 13 દિવસના ભાડામાં 26 દિવસ) ભાડા‎રાહત યોજનામાં સમાવેશ કરી નોકરી સ્થાને જવા આવવા માટે‎બસ સેવા શરૂ થાય તો કામદારોને રાહત થશે. બંધ થયેલ‎કર્મયોગી બસ સેવામાં સંશોધન જરૂરી છે અને તે કામદારોને‎અનુરૂપ બસ સેવા કરી પુનઃ શરૂ કરાય તો સૌને લાભ મળે.‎
    Click here to Read More
    Previous Article
    સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો:સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ
    Next Article
    એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટમાં ભીષણ આગની જ્વાળા:વલસાડમાં દિવાળીની આતશબાજી વચ્ચે રોકેટ પડતાં ફલેટમાં ભીષણ આગ લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment