Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો:સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ

    13 hours ago

    અમરેલીમાં પ્રકાશના પર્વ દીપાવલીની અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પાવન પર્વે શહેરો અને ગામડાંઓમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. ઘેર ઘેર દીવડાઓની ઝગમગાટ, આકર્ષક રોશની, રંગોળીઓ અને ફટાકડાના રંગબેરંગી નજારાઓ વચ્ચે લોકોએ પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ માણી હતી. દિવાળીના પર્વને આવકારવા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઘરોના આંગણામાં બાળાઓ અને મહિલાઓ દ્વારા રંગબેરંગી રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. અવનવી ડિઝાઇન અને આકર્ષક રંગોના સમન્વયથી તૈયાર થયેલી રંગોળીઓએ ઘરઆંગણાની શોભામાં વધારો કર્યો હતો. બાળાઓએ રંગોળી બનાવીને તહેવાર પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો. દિવાળીના દિવસે અમરેલી સહિત જિલ્લાના મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી બજારો ધમધમતા રહ્યા હતા. ખાસ કરીને મીઠાઈ, ફરસાણ, કપડાં, સુશોભનની વસ્તુઓ, પૂજાપાની સામગ્રી અને ફટાકડાની દુકાનોમાં ગ્રાહકોની અવરજવર સતત ચાલુ રહી હતી. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ખરીદદારોની લાંબી કતારો જોવા મળી હતી. વેપારીઓમાં પણ તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને અમરેલી શહેરમાં વિવિધ સ્થળોએ આકર્ષક રોશની કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ અને સરકારી બિલ્ડિંગોને પણ રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવતાં રાત્રિના સમયે સમગ્ર શહેર ઝળહળી ઊઠ્યું હતું. શહેરના માર્ગો અને જાહેર સ્થળોએ ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો. 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી જોઈ ‎આ વર્ષે અમે દિવાળીની ઉજવવા આવ્યા‎ અમરેલીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન તહેવારોને લઈ સારી એવી ઉત્સુકતા જોવા મળી હતી, 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી જોઈ આ વર્ષે અમે દિવાળીની ઉજવણી કરવા માટે અમરેલી પસંદ કર્યું હતું. અને પરિવાર સાથે ગોખરવાળા ગામે પહોંચ્યા છીએ. > રવિ કથીરીયા, વ્યાપારી સુરત અમરેલીમાં દિવાળીની કરવાની ખૂબ મજા આવી: રત્નકલાકાર હું છેલ્લા 22 વર્ષથી અમદાવાદમાં રહું છું અને દિવાળી પણ વધારે અમદાવાદમાંજ ઉજવણી કરીએ છીએ પરંતુ આ વર્ષે બધાજ તહેવારો અમરેલીમાં સારી રીતે ઉજવાયા છે. જેને લઈ દિવાળીની ઉજવણી કરવા અમે પરિવાર સાથે ગામડે આવ્યા છીએ. > પ્રકાશભાઈ જોગણી, રત્નકલાકાર અમદાવાદ સુરત અમદાવાદથી લોકોનો વતન તરફ ધસારો દિવાળીના પર્વ નિમિત્તે સુરત, અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં રોજગાર અને વ્યવસાય અર્થે વસવાટ કરતા અમરેલી જિલ્લાના અનેક પરિવારો પણ પોતાના વતન તરફ આવી પહોંચ્યા હતા. વર્ષ દરમિયાન કામકાજના કારણે પરિવારથી દૂર રહેતા લોકો વતનમાં આવી પરિવારજનો અને સ્નેહીજનો સાથે તહેવારની ઉજવણીમાં જોડાતાં ગામડાંઓ અને શહેરોમાં પણ વિશેષ રોનક જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    આનંદો:લાલપુર બાયપાસ પર કરોડોના ખર્ચે બની રહેલા નવા ઓવરબ્રિજના કામને અપાતો આખરી ઓપ
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:વલસાડ જિલ્લામાં કર્મયોગી બસનું બાષ્પીભવન, કામદારો રોડના ત્રિભેટે બાઈક પાર્ક કરી વાન પકડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment