Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદો:લાલપુર બાયપાસ પર કરોડોના ખર્ચે બની રહેલા નવા ઓવરબ્રિજના કામને અપાતો આખરી ઓપ

    13 hours ago

    જામનગર શહેરના પ્રવેશદ્વાર સમા અને અત્યંત વ્યસ્ત ગણાતા લાલપુર બાયપાસ વિસ્તારમાં વાહનચાલકોને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી ઓવરબ્રિજની કામગીરી હવે આખરી ઓપમાં પહોંચી ગઈ છે અને પૂર્ણતાના આરે છે. અહીંથી રોજના કારખાનેદારો તેમજ તેમાં કામ કરતા શ્રમિકો સહિતના હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિકનું ભારે ભારણ રહે છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા કામગીરી ઝડપથી આટોપી લેવા માટે રાત-દિવસ સતત કામ કરવામાં આવી રહ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર, આગામી માસ દરમિયાન બ્રિજનું બાકીનું કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઓવરબ્રિજ શરૂ થતાં જ લાલપુર બાયપાસ જંક્શન પર સર્જાતી વાહનવ્યવહારની ખોરંભે પડેલી સ્થિતિનો ઉકેલ આવશે. આ સાથે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય તેમજ હાઇવે તરફ જતા વાહનચાલકોના સમય અને ઈંધણ બંનેની મોટી બચત થશે.
    Click here to Read More
    Previous Article
    શહેરના રણજીતનગરમાં મકાનની છતના પોપડા ખરતાં વૃદ્ધ દંપતી ઘાયલ:દિવાળીના દિવસે બનેલી દુર્ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો
    Next Article
    સુરત-અમદાવાદમાંથી આવેલા વતનપ્રેમીઓએ પરિવાર સાથે મળી દિપાવલીનો તહેવાર મનાવ્યો:સમગ્ર જિલ્લામાં દિવાળીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: ચોમેર ખુશી અને રોશનીનો ઝળહળાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment