Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના રણજીતનગરમાં મકાનની છતના પોપડા ખરતાં વૃદ્ધ દંપતી ઘાયલ:દિવાળીના દિવસે બનેલી દુર્ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

    13 hours ago

    જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં દિવાળીના પાવન પર્વે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં રહેણાંક મકાનની છતના પોપડા ધરાશાયી થતાં ઘરમાં હાજર વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. અણધારી બનેલી આ ઘટનાને પગલે અફડાતફડી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ત્વરિત ઈમરજન્સી સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના રણજીતનગર એન.સી.સી.સ્કૂલ પાસે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ધીરજલાલ ગોરધનદાસ કારિયા (ઉ.વ. 60) અને તેમના પત્ની પ્રફુલાબેન કારિયા (ઉ.વ. 60) દિવાળીની રાત્રે પોતાના ઘરમાં હતા. આ સમયે અચાનક મકાનની છતના પોપડા ધડાકાભેર નીચે ખાબક્યા હતા. આ હોનારતમાં ધીરજલાલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેમના પત્ની પ્રફુલાબેનને શરીરે મૂંઢ ઈજા થઈ હતી. ધડાકો સાંભળી આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં દંપતીને જી. જી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, માથાના ભાગે ગંભીર ઈજા પામેલા ધીરજલાલ કારિયાની હાલત ધ્યાને લઈ તબીબોએ તેમને સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર શરૂ કરી છે. તહેવારના ટાણે બનેલી આ ઘટનાથી અન્ય જર્જરિત મકાન માલિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પર્વોત્સવ:શહેરમાં દિપોત્સવી પર્વે આતશબાજીની અભૂતપૂર્વ જમાવટ, આભમાં રંગોળી...
    Next Article
    આનંદો:લાલપુર બાયપાસ પર કરોડોના ખર્ચે બની રહેલા નવા ઓવરબ્રિજના કામને અપાતો આખરી ઓપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment