Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્વોત્સવ:શહેરમાં દિપોત્સવી પર્વે આતશબાજીની અભૂતપૂર્વ જમાવટ, આભમાં રંગોળી...

    13 hours ago

    છોટી કાશી જામનગર શહેરમાં રવિવારે ઝળહળતી રોશની, રંગબેરંગી રંગોળી અને અવનવા ફટાકડાના ધૂમ-ધડાકા વચ્ચે દીપોત્સવી પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશના આ મહાપર્વને વધાવવા માટે બાળકો અને યુવાવર્ગ સહિત આબાલવૃદ્ધ સૌ કોઈમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને બાળકો અને યુવાનોએ અવનવા ફટાકડા ફોડીને તહેવારનો આનંદ બેવડાવ્યો હતો.શહેરના અમુક વિસ્તારોમાં પરોઢ સુધી ફટાકડાઓની ગુંજ સાંભળવા મળી હતી. રવિવારે દિવાળીની રાત્રે જામનગરના લગભગ તમામ વિસ્તારોમાં ફટાકડાની ગૂંજ સાથે આતશબાજી જોવા મળી હતી.ખાસ કરી પટેલ કોલોની, પાર્ક કોલોની, જોગસ પાર્ક, પંચવટી, શરૂ સેકશન, રણજીતનગર, એમ્યુઝમેન્ટ પાર્ક, સમર્પણ, રણજીતસાગર રોડ ગ્રીન સીટી વગેરે સહિત જુના જામનગરના ગીચ વિસ્તારોમાં પણ આતશબાજી સાથે લોકોએ દિપોત્સવી પર્વને ઉજવ્યુ હતુ. જેના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારો આકાશ રંગબેરંગી આતશબાજીથી ઝળહળી ઊઠ્યું હતું. અમુક વિસ્તારોમાં રાત્રિથી શરૂ થયેલી ફટાકડાની ગુંજ છેક પરોઢ સુધી યથાવત રહી હતી, જેના કારણે આકાશમાં સમયાંતરે કલરફુલ રંગોળી સહિત અદભુત નજારો સર્જાયો હતો. દીપોત્સવીની પૂર્વસંધ્યાએથી જ શહેર આખું રોશનીના ઝગમગાટમાં નાહી ઊઠ્યું હતું. વર્ષના સૌથી મોટા તહેવાર નિમિત્તે મોં મીઠું કરાવવાની પરંપરાને જાળવી રાખવા માટે શહેરના જાણીતા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં છેલ્લી ઘડી સુધી ભારે તડાકો જોવા મળ્યો હતો. કાજુ કતરી, ડ્રાયફ્રૂટ્સ મીઠાઈ અને પરંપરાગત વાનગીઓ ખરીદવા માટે સવારથી જુદા જુદા વિસ્તારોની દુકાનોમાં લોકો ઉમટયા હોવાનુ જોવા મળ્યુ હતુ. ફટાકડા અને મીઠાઇ વિક્રેતાઓમા છેલ્લી ઘડીની ખરીદીથી આનંદ છવાયો હતો. રવિવારે દિવાળી બાદ સોમવારે પડતર દિવસ હોવાથી નૂતન વર્ષ પુર્વે બ્રેકના કારણે રાત્રીના મોડે સુધી જુદા જુદા વિસ્તારોમાં આતશબાજી સાથે ભારે રોનક જોવા મળી હતી. આશા-ઉત્સાહ સાથે નૂતન વર્ષને વધાવવા તૈયારી‎ દીપોત્સવી પર્વની ઉજવણી બાદ હવે શહેરીજનો નૂતન વર્ષ (બેસતા વર્ષ)ને વધાવવા‎માટે થનગની રહ્યા છે. મંદિરોમાં અન્નકૂટ દર્શન, વડીલોના આશીર્વાદ અને‎સ્નેહમિલનની પરંપરા સાથે જામનગરવાસીઓ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે શરૂઆત‎કરશે.‎ ઇકો ફ્રેડલી ગ્રીન ફટાકડા બન્યા આકર્ષણરૂપ આ વર્ષે બજારમાં આવેલી નવી વેરાયટીના ફટાકડા ખાસ કરી શો બટરફ્લાય, મલ્ટી-કલર શોટ્સ તેમજ ઈકો-ફ્રેન્ડલી ગ્રીન ફટાકડા બાળકો અને યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સેલ્ફી વિથ ક્રેકર્સનો ક્રેઝ પણ યુવાવર્ગમાં ખાસ જોવા મળ્યો હતો.સંભવત ચાલુ વર્ષે નવી વેરાઇટીઓ ગણાતા ત્રિશુલ,ભાલા, લાયન,હોટ કેક,માચીસ ગન જેવા ફટાકડાએ પણ આકર્ષણ જગાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    સાધુ પ્રેમવત્સલદાસજીનો નવા વર્ષનો સંદેશ:સદવિચાર, કુટુંબમાં સંપ અને પ્રભુ પર શ્રદ્ઘા સાથે નવા વર્ષની શરુઆત કરીએ
    Next Article
    શહેરના રણજીતનગરમાં મકાનની છતના પોપડા ખરતાં વૃદ્ધ દંપતી ઘાયલ:દિવાળીના દિવસે બનેલી દુર્ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment