Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાધુ પ્રેમવત્સલદાસજીનો નવા વર્ષનો સંદેશ:સદવિચાર, કુટુંબમાં સંપ અને પ્રભુ પર શ્રદ્ઘા સાથે નવા વર્ષની શરુઆત કરીએ

    13 hours ago

    નવું વર્ષ માત્ર તારીખ બદલવાનો નહીં, જીવન જીવવાની દૃષ્ટિ બદલવાનો અવસર છે, એવો સંદેશ કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આપ્યો છે. તેમણે કહ્યું કે નવા વર્ષની શરૂઆત માતા-પિતાના ચરણસ્પર્શ કરીને, તેમના આશીર્વાદ લઈને અને પ્રભુનાં દર્શન કરીને કરવી જોઈએ. પરિવારમાં પ્રેમ અને સંપ જાળવવા તેમજ મનના તણાવ અને ચિંતામાંથી મુક્ત થવા ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ, એમ તેમણે જણાવ્યું. તેમના મતે, વિચાર સકારાત્મક અને વાણી-વર્તન નિર્મળ હોય તો મુશ્કેલીઓ દૂર થાય છે. નવા વર્ષના અવસરે તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે સૌને સુખ, સંપન્નતા અને નિરામય દીર્ઘાયુ મળે. તેમણે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો શાંત થાય, આતંકવાદનો નાશ થાય અને માનવજાતમાં કાયમી શાંતિ, ભાઈચારો તથા સદ્ભાવના રહે તેવી શુભેચ્છા પાઠવી. સાધુ પ્રેમવત્સલદાસજી મોટિવેશનલ સ્પીકર છે. તેઓ મણિનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર—કુમકુમ સાથે જોડાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:ધોરડો એરપોર્ટ: મોટા વિમાન પણ ઉતરે તેવો મોટા રણમાં 3000 મીટરનો રનવે બનાવાશે
    Next Article
    પર્વોત્સવ:શહેરમાં દિપોત્સવી પર્વે આતશબાજીની અભૂતપૂર્વ જમાવટ, આભમાં રંગોળી...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment