Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 'નો નેટવર્ક':દૈનિક 3,000 મુસાફરો સંપર્કવિહોણા, એડવાઈઝરી કમિટીની બેઠકમાં સાંસદો સમક્ષ ભારે તડાફડી

    16 hours ago

    રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 21 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટ એડવાઈઝરી કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એરપોર્ટ પરથી દરરોજ મુસાફરી કરતા 3,000થી વધુ પેસેન્જરો મોબાઈલ નેટવર્કના અભાવે સંપર્કવિહોણા બનીને ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ ઉપરાંત ટર્મિનલ બહાર પિકઅપ અને ડ્રોપ લેન અલગ અલગ કરવા તેમજ રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા મુદ્દે સભ્યો અને અધિકારીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ટાવર માટે કોઈ એજન્સી આગળ ન આવતાં નવેસરથી ટેન્ડર થશે આ સલાહકાર સમિતિની બેઠક રાજકોટ લોકસભા બેઠકના સાંસદ પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાંસદો સમક્ષ મુસાફરોને પડતી સિગ્નલ સમસ્યા અંગે ભારે તડાફડી બોલી હતી. એરપોર્ટ ટર્મિનલ પરિસરમાં મોટાભાગના એરિયામાં કોઈપણ કંપનીનું નેટવર્ક ન મળતું હોવાથી લોકો મહત્વના કોલ કરી શકતા નથી. તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક ટાવર ઊભા કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ન ભરતાં હવે ફરીથી રી-ટેન્ડરિંગ કરીને સમસ્યાનો તાકીદે નિકાલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. પીકઅપ અને ડ્રોપ લેન એક હોવાથી સર્જાતો ટ્રાફિક જામ એરપોર્ટ પર ફ્લાઇટના આગમન અને પ્રસ્થાન સમયે ટર્મિનલ બિલ્ડિંગ પાસે સર્જાતી વાહનોની ભીડ અંગે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. હાલમાં પેસેન્જરોને પિકઅપ અને ડ્રોપ કરવા માટે એક જ લેન હોવાથી ભારે ટ્રાફિક જામ અને મુસાફરોની રઝળપાટ થાય છે. આ અસુવિધા કાયમી ધોરણે દૂર કરવા માટે આગમન અને પ્રસ્થાનની બંને લેન તાત્કાલિક અસરથી અલગ-અલગ બનાવવા માટેની ટેકનિકલ પ્રક્રિયા શરૂ કરવાનો વહીવટી આદેશ આપવામાં આવ્યો હતો. મુંબઈ-દિલ્હી બાદ હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવા તજવીજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને પુણે જેવા દેશના મેટ્રો શહેરો માટે ફ્લાઇટ્સ કાર્યરત છે, ત્યારે અહીંથી દુબઈ સહિતના વિદેશી રૂટ્સ માટે ક્યારથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકે તે દિશામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત, પેસેન્જર ફ્લાઇટ્સમાં તાજેતરમાં શરૂ કરાયેલી ડોમેસ્ટિક કાર્ગો સર્વિસને સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું બેઠકમાં સંતોષપૂર્વક નોંધવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એરપોર્ટને મળ્યા નવા ડિરેક્ટર:ડી.કે. સિંઘ સંભાળશે કમાન, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરાવવી બનશે સૌથી મોટો પડકાર
    Next Article
    ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠક:GST, મોંઘવારી, રફ ડાયમંડ અને અમેરિકી ટેરિફ અંગે સરકારને ઘેરી; ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ચર્ચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment