Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજા સોમવારે ભૂતનાથ મહાદેવ મંદિરે ફ્રૂટ શણગાર અને મહાઆરતી યોજાઈ:જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે 1100 કિલો ફ્રૂટનો શણગાર, ડ્રમ પાર્ટી સાથે યોજાયેલી મહાઆરતીમાં હજારો ભક્તો લીધો લાવો

    8 hours ago

    ​પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે જૂનાગઢ શહેરના તમામ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પવિત્ર અવસરે જૂનાગઢના અતિ પ્રાચીન અને ઐતિહાસિક ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીને 1100 કિલો ફ્રૂટનો વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડ્રમ પાર્ટીના તાલે ભૂતનાથ દાદાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ​આ પવિત્ર પ્રસંગ અંગે માહિતી આપતાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન આજે આ પવિત્ર માસનો ત્રીજો સોમવાર છે. શ્રાવણ માસમાં સમગ્ર બ્રહ્માંડમાંથી મહાદેવની દિવ્ય ઊર્જા સીધી પૃથ્વી પર ઉતરે છે, જેને આપણે સૌ ભક્તો ઉત્સવ સ્વરૂપે ધામધૂમથી ઉજવીએ છીએ. આ પવિત્ર પર્વમાં દર સોમવારે ભૂતનાથ મહાદેવ મંદિરમાં અનોખા શણગાર કરવામાં આવે છે. દરરોજ નિયમિત મહાઆરતી અને મહાઅભિષેકનું આયોજન થાય છે. પરંતુ સોમવારના દિવસે ખાસ કરીને સવારના સમયે દૂધ અભિષેક તથા મહાઅભિષેક કરવામાં આવે છે. આ દિવસે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંદિરે ધજા ચડાવવામાં આવે છે અને બપોરના સમયે બ્રાહ્મણ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. સાંજના સમયે ભવ્ય મહાઆરતી સંપન્ન થયા બાદ સત્સંગનું આયોજન થાય છે અને રાત્રે ૧૨ વાગ્યે ફરીથી વિશેષ આરતી કરવામાં આવે છે. શ્રાવણના ત્રીજા સોમવારની તમામ આરતીઓ ભવ્ય રીતે સંપન્ન થઈ છે, જેમાં હજારો ભાવિક ભક્તોએ હાજરી આપીને દર્શન અને પ્રસાદનો લાવો લીધો હતો. મહંતશ્રીએ સર્વે ભક્તોને આવતા સોમવારે પણ આવી જ રીતે દર્શનનો લાભ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. ​મંદિરે દર્શનાર્થે આવેલા સ્થાનિક ભક્ત લવે પણ પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જૂનાગઢમાં ઇન્દ્રેશ્વર અને સિદ્ધેશ્વર દાદા જેવાં ઘણાં પવિત્ર શિવ મંદિરો આવેલાં છે, પરંતુ ભૂતનાથ મહાદેવ મંદિરનો અનુભવ અને માહોલ સૌથી અલગ જ રહે છે. ભૂતનાથ મંદિરમાં ભક્તોનો ભારે ઉત્સાહ અને ભીડ જોવા મળે છે, તેમજ આરતી સમયે લાઇવ બેન્ડનું સંગીત વાગતું હોવાથી આરતીમાં એક અનોખો જ આનંદ આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભગવાન શિવની એક અલગ જ દિવ્ય ઊર્જા અને વાઇબ્સ અનુભવાય છે. ભૂતનાથ મંદિર વર્ષો જૂનું અને ઐતિહાસિક હોવાથી અહીં દર્શન કરવાનો અને શિવભક્તિ કરવાનો ઉત્સાહ અને આનંદ અનેરો જ અનુભવાય છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાઈ માતાના મંદિરે કુંડમાં ડૂબી જતાં 7 વર્ષના માસૂસનું મોત:અમદાવાદથી દર્શન કરવા આવેલા પરિવાર પર આભ તૂટ્યું, રક્ષાબંધનની ખુશી માતમમાં ફેરવાઈ
    Next Article
    US Woman On Kailash Trip Missing After Nepal Floods, Family Seeks Help

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment