Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટમાં ભીષણ આગની જ્વાળા:વલસાડમાં દિવાળીની આતશબાજી વચ્ચે રોકેટ પડતાં ફલેટમાં ભીષણ આગ લાગી

    12 hours ago

    દિવાળીના ચારેકોર ખુશીના માહોલ વચ્ચે વલસાડ શહેરના ભરચક રહેણાંક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે ફલેટમાં ભીષણ આગની જ્વાળા નિકળતાં રહીશોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. નીચે લોકોનું ટોળુ ભેગુ થઇ જતાં ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. દિવાળીની રાત્રિ દરમિયાન ફટાકડા અને આતશબાજીમાં એક સળગતો રોકેટ પેસેજમાં પડતાં આગ ફાટી નિકળી હતી. વલસાડના મુલ્લાવાડી વિસ્તારમાં દિવાળીની રાત્રિએ લોકો આતશબાજી કરી આનંદોલ્લાસ માણી રહ્યા હતા. શહેરમાં દરેક વિસ્તારોમાં ફટાકડાની ગુંજ અને ફુવારા,રોકેટ આકાશમાં રંગબેરંગી ડિઝાઇન સાથે આકાર લેવાના દિલકશ નજારા જોવા મળ્યા હતા. દરમિયાન મુલ્લાવાડીના એક અપાર્ટમેન્ટના ચોથા માળે બંધ ફલેટ આવેલો છે.જેના પેસેજમાં વિજળીક ગતિએ રોકેટ કે સ્કાય શોટ જેવી સળગતી વસ્તુ આવી પડતાં મુકેલા સામાનમાં આગ લાગી ગઇ હતી. જોત જોતામાં આગની જ્વાળાએ ગંભીર સ્વરૂપ પકડતા ફલેટનું ફર્નિચર સરસામાન બળવા માડ્યું હતું.આ ઘટનાને એપાર્ટમેન્ટના રહીશો અ્ને આસપાસના લોકો ગભરાટના માર્યા દોડી આવી વાસણો,ફાયરએક્સટિંગિઝ રથી આગ બૂઝાવવા દોડાદોડી કરી રહ્યા હતા. દરમિયાન જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ફાયરબ્રિગેટની ટીમ ધસી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી.જેના પગલે વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ:વલસાડ જિલ્લામાં કર્મયોગી બસનું બાષ્પીભવન, કામદારો રોડના ત્રિભેટે બાઈક પાર્ક કરી વાન પકડે છે
    Next Article
    CSK Warned Over Rs 10 Crore Star Amid Trade Talks: "Letting Go Will Be Bad"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment