Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીના ઘરમાં ઘુસી જઈ ધમકી પણ આપી:ફટાકડા ફોડવા બાબતે જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએ માથાકુટ થઈ

    8 hours ago

    શહેરમાં ગીરીરાજ રોડ પર આવેલા ખોડીયાર નગર સોસાયટીમાં મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયા બાદ એક યુવતીના ઘરે જઈને ધમાલ મચાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પતિથી અલગ રહેતી 31 વર્ષીય એક યુવતી જયપાલસિંગ બાદસિંગ બેદી નામના શખ્સના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. ત્યારબાદ મનદુઃખ થતાં સંબંધોમાં તિરાડ પડી હતી. રાત્રે જયપાલસિંગ ત્યાં બાઇક અને બાદમાં કાર લઈને આવ્યો હતો અને યુવતીના ઘર બહાર મોટેથી રાડો પાડી ફટાકડા ફોડવા લાગ્યો હતો. દરમિયાન આસપાસના લોકોએ ફટાકડા ફોડવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી યુવતીના ઘરની અંદર ઘૂસીને ચારિત્ર્ય વિશે ખોટી વાતો કરી મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:તળેટીથી ગિરનારની ટોચ સુધી પ્રવાસીઓ ઉમટ્યા
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:મુખ્યમંત્રીએ આરઝી હકુમતની તકતી માટે 2 કરોડ ફાળવ્યાને એક વર્ષ થયુ, હજુ પૈસા આવ્યા નથી !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment