Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સિવિલના ટ્રોમા વોર્ડમાં છરી અને સ્ટેન્ડથી ‘લાઇવ એક્શન’:દર્દીના સગાઓએ રજિસ્ટર ફેંક્યા, ગાળાગાળી કરી પણ સિક્યુરિટી ગાયબ; સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા- ‘મને તો કશી ખબર જ નથી’

    13 hours ago

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અતિ સંવેદનશીલ ગણાતા ટ્રોમા વોર્ડમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓના સગાઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી બાદ હિંસક મારામારી સર્જાઈ હતી. મામલો એટલો બિચક્યો હતો કે, એક યુવતીએ ટેબલ પર પડેલું દર્દીઓનું રજિસ્ટ્રેશન રજિસ્ટર ગુસ્સામાં ફેંકી દીધું હતું જ્યારે એક શખસે હાથમાં ખુલ્લી છરી અને દર્દીઓને બોટલ ચડાવવાનું લોખંડનું સ્ટેન્ડ લઈને ખુલ્લેઆમ અન્ય લોકો પર હુમલો કર્યો હતો. વોર્ડમાં હાજર દર્દીઓ અને સ્ટાફની હાજરી વચ્ચે બેફામ ગાળાગાળી અને ધમાલ થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી સિક્યુરિટી ગાયબ રહેતાં ગંભીર સવાલો જ્યાં ગંભીર દર્દીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર લઈ રહ્યા હોય એવા ટ્રોમા વોર્ડમાં આટલો મોટો હિંસક હુમલો અને ખુલ્લી છરીઓ ઉછળવા છતાં ઘટનાસ્થળે એક પણ સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષાકર્મી નજરે પડ્યો ન હતો. સામાન્ય નાગરિકો અને દર્દીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે તહેનાત કરાયેલી સિક્યુરિટી એજન્સીની સંપૂર્ણ ગેરહાજરીએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે. ગંભીર ઘટના સમયે સિક્યુરિટી ગાયબ રહેતાં દર્દીઓ અને તેમના પરિજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ત્રણ તસવીરો હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની ચોંકાવનારી પ્રતિક્રિયા આ સમગ્ર મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધતાં જણાવ્યું કે, આ માથાકૂટ બાબતે તેમને કોઈ જ માહિતી કે ખ્યાલ નથી. હોસ્પિટલ પરિસરમાં જ પોલીસ ચોકી આવેલી છે, જેથી તપાસ કરાવીને યોગ્ય પગલાં લેવામાં આવશે. હોસ્પિટલના વડાને જ પોતાના સંકુલમાં બનેલી આટલી મોટી અસામાજિક અને જીવલેણ હિંસાની કોઈ જાણકારી ન હોવાથી નગરજનોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ સિવિલમાં દિવ્યાંગ મહિલા ઢસડાઈની ઘટના સામે આવી હતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. થોડા સમય પૂર્વે પણ માનવતા લજવાતી હોય એવો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક દિવ્યાંગ વૃદ્ધ મહિલા દર્દી સિક્યુરિટી ગાર્ડ પાસે મદદ માટે કાકલૂદી કરી રહી હતી, પરંતુ સુરક્ષાકર્મીઓએ આંખ આડા કાન કરતાં તે લાચાર મહિલાને જમીન પર ઢસડાઈને બહાર નીકળવું પડ્યું હતું. તે શરમજનક કિસ્સામાં પણ હજુ સુધી કોઈ નક્કર શિક્ષાત્મક કાર્યવાહી થઈ નથી, ત્યાં જ હવે ટ્રોમા વોર્ડમાં ખુલ્લી છરીઓ સાથે મારામારીનો નવો વીડિયો સામે આવતાં હોસ્પિટલ તંત્રની લાપરવાહી ફરી એકવાર છતી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સૌથી પહેલાં ભાસ્કરની સફર, સરખેજથી ગાંધીનગર પહોંચો 25 મિનિટમાં, VIDEO:એક પણ ટ્રાફિક સિગ્નલ વિના 30 કિમીનું અંતર કાપો; 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ
    Next Article
    દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે યાસ્તિકા ભાટિયા વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી:વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરની વધુ એક સિદ્ધિ, કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વ હેઠળ ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment