Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌથી પહેલાં ભાસ્કરની સફર, સરખેજથી ગાંધીનગર પહોંચો 25 મિનિટમાં, VIDEO:એક પણ ટ્રાફિક સિગ્નલ વિના 30 કિમીનું અંતર કાપો; 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ

    13 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ-સાણંદ ચોકડીથી ઇસ્કોન જંકશન સુધીનો 450 કરોડથી વધુના ખર્ચે બનાવેલો બ્રિજ ખુલ્લો મૂક્યો છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા સૌથી પહેલાં સરેખજ-સાણંદ ચોકડીથી ગાંધીનગર ઇન્ફોસિટી પહોંચવામાં કેટલો સમય લાગે તેનું જાણીતા સ્થળોને લઈને મિનિટ ટુ મિનિટનું અંતર બતાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ નીચેથી હાલ દરરોજ 3 લાખથી વધુ લોકો અવરજવર કરે છે, પરંતુ હવે નવો બ્રિજ ચાલુ થતાં દરરોજ બે લાખ લોકો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે. 30 કિમીનું અંતર કાપતા 25 મિનિટનો સમય લાગ્યો દિવ્ય ભાસ્કરની ટીમ ફોર-વ્હીલર લઈને સરખેજ-સાણંદ ચોકડીથી ગાંધીનગર ઇન્ફોસિટી તરફ જવા નીકળી હતી. આ દરમિયાન 30 કિમીનું અંતર કાપતા 25 મિનિટનો સમય લાગ્યો હતો. રસ્તામાં 10 જેટલા ઓવર બ્રિજ અને એક અંડરપાસ આવ્યો હતો. આ રસ્તા પર એકપણ ટ્રાફિક સિગ્નલ પણ નહોતું. જેના કારણે ઝડપથી ગાંધીનગર પહોંચી શકાયું હતું. આ રસ્તા પર કારની સ્પીડ પણ 70ની રાખવામાં આવી હતી. સરખેજથી ઇસ્કોન જંકશન સુધી 4.3 કિમીનો લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ સરખેજ-સાણંદ ચોકડીથી બ્રિજ ચઢે છે તો તે સીધો ગાંધીનગર પહોંચી શકશે. જોકે, રસ્તામાં પકવાન જંકશન, થલતેજ અંડર પાસ, સોલા ગામ, ગોતા, વૈષ્ણોદેવી તરફ પણ જવાના કટ આવશે. જેથી તેઓ વચ્ચેથી પોતાનો રૂટ પણ બદલી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં દિવાળીની રાત્રે ખેલાયો ખૂની ખેલ:બે સગા ભાઈઓએ પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, બંને આરોપીઓની ધરપકડ
    Next Article
    જૂનાગઢ સિવિલના ટ્રોમા વોર્ડમાં છરી અને સ્ટેન્ડથી ‘લાઇવ એક્શન’:દર્દીના સગાઓએ રજિસ્ટર ફેંક્યા, ગાળાગાળી કરી પણ સિક્યુરિટી ગાયબ; સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા- ‘મને તો કશી ખબર જ નથી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment