Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળીની રાત્રે ખેલાયો ખૂની ખેલ:બે સગા ભાઈઓએ પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, બંને આરોપીઓની ધરપકડ

    12 hours ago

    રાજકોટ શહેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ સામાન્ય બોલાચાલી એ લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મારુતિનંદન નગરમાં દિવાળીની રાત્રે બે સગા ભાઈઓ સુતળી બૉમ્બનો ઘા કરી ફોડતા સમયે વાહન લઈને પસાર થતા પિતા-પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. જોકે, આ વાતનું સમાધાન થઇ ગયા બાદ રાત્રીના સમયે ફરી બન્ને ભાઈઓએ મારુતિનંદન નગરમાં જ રહેતા અજિત સિંધવના ઘરે પહોંચી પત્થરના ઘા ઝીંકી ઘરમાંથી પિતા-પુત્રને બહાર બોલાવી ફરી ઝઘડો કરી બને ભાઈઓએ પિતા-પુત્રને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા જેમાં ટૂંકી સારવાર દરમિયાન બનાવ હત્યામાં પલટાતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફટાકડો ફેંકીને ફરિયાદી સાથે દાદાગીરી કરી રાજકોટ એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારૂતીનંદનનગર ખાતે દિવાળીના દિવસે રાત્રે 11 વાગ્યા આસપાસ ફરિયાદી કૃણાલભાઇ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે મારૂતીનંદનનગર શેરી નં.3માં આવેલા બાપા સીતારામ ચોક પાસે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન ઇન્દ્રજીતસિંહે એક સળગતો ફટાકડો ફરિયાદી કૃણાલ સિંધવ પર ફેંક્યો હતો જ્યારે ફરિયાદીએ આ અંગે પૂછપરછ કરી ત્યારે બંને ભાઇઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આસપાસના લોકો વચ્ચે પડતાં તે સમયે મામલો શાંત પડ્યો હતો અને ફરિયાદી પોતાના ઘરે જતા રહ્યા હતા. પેટ અને છરીના ભાગે આડેધડ ઘા ઝિંકી દીધા આ પછી મોડી રાત્રે 2:30 વાગ્યા આસપાસ બંને આરોપીઓ યશરાજસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા ફરીથી ફરિયાદી કૃણાલ સિંધવના ઘરની ડેલી પાસે આવ્યા હતા અને પથ્થરમારો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. આ અવાજ સાંભળીને કૃણાલ અને તેમના પિતા અજીતભાઇ ડેલી ખોલીને બહાર આવ્યા હતા. ચોક પાસે પહોંચતા જ આરોપી યશરાજસિંહે લાકડાનો ટુકડો ઝૂંટવીને અજીતભાઇના માથાના ભાગે ઘા માર્યો હતો. જ્યારે પુત્ર કૃણાલ વચ્ચે બચાવ કરવા ગયો ત્યારે આરોપી ઇન્દ્રજીતસિંહે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને કૃણાલ ઉપર પેટના તથા વાંસાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા તેમજ વચ્ચે પડેલા પિતા અજીતભાઇને પણ પેટ અને વાંસાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે મધુરમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન અજીતભાઇ સિંધવનું મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર કૃણાલની સારવાર હાલ ચાલુ છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી યશરાજસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ જાડેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાલી પેટ કાર્ડિયો-રેડ લાઈટ થેરેપી!:44 વર્ષના રણબીરનું 'રામ' બનવા ટ્રાન્સફોર્મેશન, જુઓ સવારની શરૂઆતથી ચીટ મીલ સુધીનો સંપૂર્ણ પ્લાન
    Next Article
    સૌથી પહેલાં ભાસ્કરની સફર, સરખેજથી ગાંધીનગર પહોંચો 25 મિનિટમાં, VIDEO:એક પણ ટ્રાફિક સિગ્નલ વિના 30 કિમીનું અંતર કાપો; 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment