Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે યાસ્તિકા ભાટિયા વિમેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી:વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરની વધુ એક સિદ્ધિ, કેપ્ટન સ્મૃતિ મંધાનાના નેતૃત્વ હેઠળ ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન મળ્યું

    13 hours ago

    વડોદરા શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વડોદરાની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર યસ્તિકા ભાટિયાની આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. યસ્તિકાને ટેસ્ટ અને વનડે બંને ટીમમાં સ્થાન મળતાં તેની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય મહિલા ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી રમશે. આ પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં યસ્તિકા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકેટકીપર અને બેટ્સમેન તરીકે યસ્તિકાએ અગાઉ પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ પ્રવાસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે પણ મહત્વનો બની રહેશે. ખાસ કરીને ટીમના નવા સુકાની તરીકે સ્મૃતિ મંધાનાને જવાબદારી સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે મેદાનમાં ઉતરશે. યસ્તિકા ભાટિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બેટિંગ અને વિકેટકીપિંગથી આગવી ઓળખ ઊભી કરી છે. તેની પસંદગી ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં કરવામાં આવતાં તેના પર પસંદગીકારોએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડોદરાની આ દીકરીની ભારતીય ટીમમાં પસંદગી થતાં રમતગમત જગતમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. શહેરના ક્રિકેટપ્રેમીઓ અને રમતગમત સાથે સંકળાયેલા લોકોએ યસ્તિકાને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સિવિલના ટ્રોમા વોર્ડમાં છરી અને સ્ટેન્ડથી ‘લાઇવ એક્શન’:દર્દીના સગાઓએ રજિસ્ટર ફેંક્યા, ગાળાગાળી કરી પણ સિક્યુરિટી ગાયબ; સુપ્રિન્ટેન્ડેન્ટ બોલ્યા- ‘મને તો કશી ખબર જ નથી’
    Next Article
    PSI પુત્ર છું કહી દાદાગીરી કરનાર સામે ફરિયાદ દાખલ:રોડ પર ફટકડા કેમ ફોડો છો કહી મહિલા વેપારી અને ભાગીદારને ધમકાવ્યા, મોબાઇલની દુકાનમા પત્થરમારો કરી ત્રિપુટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment