Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુળમાં ચોપડા-લેપટોપનું ભક્તિભાવપૂર્વક પૂજન:સંપત્તિના ઉપયોગ અંગે દાન, ભોગ અને નાશનો સંતોએ આપ્યો સંદેશ

    6 hours ago

    નવા વર્ષના મંગલ પ્રારંભની પૂર્વ સંધ્યાએ સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પરંપરાગત ચોપડા પૂજનનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 400થી વધુ ભક્તો પોતાના વેપાર-ધંધાના ચોપડા, લેપટોપ, ટેબ્લેટ સહિત વ્યવસાય અને કાર્યમાં ઉપયોગમાં લેવાતાં આધુનિક ડિજિટલ સાધનો લઈને ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિ, લક્ષ્મી અને સરસ્વતી પૂજન આ કાર્યક્રમમાં સંતોના પાવન સાંનિધ્યમાં સૌપ્રથમ વિધિવત્ ગણપતિ પૂજન, ત્યારબાદ લક્ષ્મીજી પૂજન અને સરસ્વતીજી પૂજન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. સંતોએ ઉપસ્થિત ભક્તો પાસે લાવેલા ચોપડા તેમજ ડિજિટલ સાધનોનું પૂજન કરાવી સૌના વ્યવસાય, રોજગાર અને જ્ઞાનકાર્યમાં સુખ, સમૃદ્ધિ તથા સફળતા પ્રાપ્ત થાય તેવી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ધનનો સદુપયોગ અને પરોપકારનો પ્રેરણાદાયી સંદેશ આ પ્રસંગે સંતોએ લક્ષ્મી અને ધનના વિવિધ પ્રકારો સમઝાવતાં જણાવ્યું હતું કે, ધન માત્ર કમાવા માટે જ નહીં પરંતુ તેનો સદુપયોગ અને પરોપકાર કરવો પણ એટલો જ જરૂરી છે. ધનનો એક અંશ જરૂરિયાતમંદો, સમાજ અને ધર્મની સેવામાં વાપરવાથી સંપત્તિની પવિત્રતા અને જીવનની સાર્થકતા વધે છે તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સંપત્તિની ત્રણ ગતિ: દાન, ભોગ અને નાશ કાર્યક્રમના અંતમાં પ્રભુ સ્વામીએ સંપત્તિના ઉપયોગ અંગે ખૂબ જ માર્મિક વાત કરતાં જણાવ્યું હતું કે, સંપત્તિનો ઉપયોગ અંતે ત્રણ જ રીતે થાય છે – દાન, ભોગ અને નાશ. વ્યક્તિ પોતાની સંપત્તિનો કેટલોક ભાગ દાન અને પરોપકારમાં વાપરે, કેટલોક ભાગ પોતાની જરૂરિયાતો અને સુખ-સુવિધા માટે ભોગવે, અન્યથા યોગ્ય ઉપયોગના અભાવે સંપત્તિનો સ્વભાવિક રીતે નાશ થાય છે. તેથી સંપત્તિનું સર્જન કરવાની સાથે તેનો સદુપયોગ કરવો અને સમાજના કલ્યાણમાં યોગદાન આપવું એ જ સાચી સમૃદ્ધિ છે. આ ચોપડા પૂજનનો ધાર્મિક પ્રસંગ માત્ર નવા વર્ષના હિસાબ-કિતાબના પ્રારંભ પૂરતો મર્યાદિત ન રહેતાં ભક્તિ, જ્ઞાન, લક્ષ્મીની પવિત્રતા અને પરોપકારના સંસ્કાર આપનારો સુંદર ઉત્સવ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહની અમદાવાદને 'દિવાળી ગિફ્ટ', સરખેજ-ઈસ્કોન ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો:કહ્યું-31 ડિસે., 2028 સુધીમાં ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરીશું, 1033 નંબર પર જાણ કરજો
    Next Article
    42 NRI પરિવારની માદરે વતનમાં દીપાવલી પર્વની ઉજવણી:'ડોલરિયા ગામ' તરીકે ઓળખાતા જાસલપુર સહિતના ગામોમાં ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment